ETV Bharat / bharat

જાણો, દેવપોઢી એકાદશી અને ચાતુર્માસ સાથે જોડાયેલી કેટલીક પૌરાણિક માન્યતાઓ... - ભગવાન વિષ્ણુ

પૌરાણિક માન્યતાઓ અનુસાર આ ચાર મહિનાઓ દરમિયાન ભગવાન વિષ્ણુ ગાઢ નિંદ્રામાં પોઢી જાય છે અને ચાર મહિનાઓ બાદ દેવઉઠી એકાદશીના રોજ પોતાની આંખો ખોલે છે. આ ચાતુર્માસ દરમિયાન કોઈ પણ પ્રકારના શુભ કાર્યો વર્જીત હોય છે. ભગવાન વિષ્ણુના આ ચાર માસ દરમિયાન પોઢી જવા પાછળ વિવિધ ધાર્મિક અને પૌરાણિક કથાઓ જોડાયેલી છે.

Ekadashi
Ekadashi
author img

By

Published : Jul 20, 2021, 5:02 PM IST

  • ચાતુર્માસ દરમિયાન ભગવાન વિષ્ણુ કરે છે આરામ
  • વાર્ષિક પ્રલયનો સમય એટલે ચાતુર્માસ
  • ભગવાન પોતાના વિવિધ અવતારોને સોંપે છે કાર્યભાર

ન્યૂઝ ડેસ્ક: આજથી (20 જુલાઈ) એટલે કે, અષાઢ મહિનાની અગિયારસથી ચાતુર્માસની શરૂઆત થઈ રહી છે. હિન્દુ ધર્મ અનુસાર આ ચાર મહિનાઓનું મોટું ધાર્મિક મહત્વ રહેલું છે. આ ચાતુર્માસ દરમિયાન લોકો પુજા-પાઠ અને તપસ્યામાં પોતાનું મન પરોવે છે. ઋષિ-મુનિઓ પણ આ ચાર માસ દરમિયાન યાત્રાઓ છોડી વિરામ કરે છે અને જપ-તપ કરીને પોતાનો દિવસ પસાર કરે છે.

આ પણ વાંચો: આજે દેવપોઢી અગિયારસ તથા ચતુર્માસનો પ્રારંભ, જાણો તેનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ

ચાતુર્માસમાં દરમિયાન પૃથ્વી પર થાય છે વાર્ષિક પ્રલય

એક પૌરાણિક માન્યતા અનુસાર આ ચાર માસ દરમિયાન ભગવાન જ્યારે નિંદ્રાધિન હોય છે ત્યારે પૃથ્વી પર પૂર આવે છે અને સમગ્ર પૃથ્વી પાણીમાં ગરકાવ થઈ જાય છે. જુલાઈથી ડિસેમ્બર સુધીનો સમય વાર્ષિક પ્રલયનો સમય છે. આ સમય દરમિયાન પૃથ્વી પોતાનું નવસર્જન કરે છે. આ સમયગાળામાં સૂર્ય દક્ષિણ દિશા તરફ કર્ક રાશીમાં પ્રવેશ કરે છે. કર્ક રાશીનું ચિન્હ 'કરચલો' છે. માન્યતા અનુસાર આ કરચલો સૂર્યનો પ્રકાશ ધીરે-ધીરે ખાવાનો પ્રયત્ન કરે છે માટે ચાતુર્માસ દરમિયાન દિવસો નાના થઈ જાય છે.

ભગવાન વિષ્ણુના વિવિધ અવતાર સંભાળે છે તેમનો કાર્યભાર

ચાતુર્માસ દરમિયાન પૃથ્વી પર અંધકાર છવાઈ જાય છે. અંધકાર દરમિયાન પૃથ્વીની દેખરેખ રાખવાથી ભગવાન થાકી જાય છે અને પોતાના વિવિધ અવતારોને દુનિયાના કામ સોંપી આરામ કરવા માટે ચાર મહિના સુધી નિંદ્રાધીન થઈ જાય છે. ભગવાન વિષ્ણું જ્યારે નિંદ્રાધીન હોય છે ત્યારે પૃથ્વીની ઉપજાઉ ક્ષમતા ઓછી થઈ જાય છે અને તેમના દસ અવતારો સાગરમાં જડીબુટ્ટીઓ બનાવે છે જેથી પૃથ્વી ફરી ઉપજાઉ બની શકે. માટે જ, વર્ષાઋતુ બાદ ધરતી લીલી દેખાવા માંડે છે.

આ પણ વાંચો: યોગીની એકદશી વ્રત 2021, જાણો વ્રતનું મહત્વ

ચાતુર્માસ દરમિયાન જ થયા હતા અસુરોના વિનાશ

રામ ભગવાન વિષ્ણુના દસ અવતારમાંથી એક છે. રામે રાવણ પર મેળવેલા વિજયના આનંદમાં આપણે દિવાળી પર્વની ઉજવણી કરીએ છીએ અને સાથે જ દિવાળીના સમયે આપણે લક્ષ્મીજીને પણ યાદ કરીએ છીએ. આ ચાતુર્માસ આપણને સત્ય પર શ્રદ્ધા રાખતા શીખવે છે સાથે જ ટૂંક સમયમાં વિષ્ણુ ભગવાન જાગશે અને જગતનું કલ્યાણ કરશે તેવી આશાઓ પણ આપે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.