- રિપબ્લિક ટીવીના મુખ્ય સંપાદક અનર્બ ગોસ્વામી
- 4 નવેમ્બરના રોજ ધરપકડ કરાઈ
- પોલીસ પર મારમાટીનો આરોપ લગાવ્યો
નવી દિલ્હી :રિપબ્લિક ટીવીના મુખ્ય સંપાદક અનર્બ ગોસ્વામીઅને અન્ય 2 આરોપીઓએ પણ તેમની ધરપકડને ગેરકાયદેસર બતાવતા હાઈકોર્ટમાં વચગાળાની જામીન અરજી દાખલ કરી છે. જેના પર તેમનો નિર્ણય સુરક્ષિત રાખતા પીઠે કહ્યું કે, આરોપી ઈચ્છે તો જામીન અરજી માટે સેશન કોર્ટમાં આવેદન કરી શકે છે.
ઇન્ટિરિયર ડિઝાઇન અન્વય નાઈકને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવાનો આરોપ
પરંતુ શનિવારે હાઈકોર્ટની વેબસાઈટ પર મોડી રાત્રે જાહેર કરવામાં આવેલી નોટીસમાં કહેવામાં આવ્યું કે, આ મામલે પીઠ 9 નવેમ્બરના રોજ તેમનો નિર્ણય સંભળાવશે. અર્નબ ગોસ્વામી અને અન્ય 2 લોકો રાયગઢ જિલ્લાની અલીબાગ પોલીસે બાકીની રકમ ન ચૂકવતા ઈન્ટીરિયર ડિઝાઈનર અન્વય નાયક અને તેમની માતાએ કરેલી આત્મહત્યા મામલે 4 નવેમ્બરના રોજ ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં તે 18 નવેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં છે.
અર્નબ ગોસ્વામીના જામીન અરજી પર નિર્ણય
અર્નબ ગોસ્વામીના જામીન અરજી પર નિર્ણય શનિવારના રોજ ન આવતા રવિવારના તેમણે અલીબાગથી તાલોજા જેલમાં મોકલવામાં આવ્યો છે. આ મામલે તપાસ અધિકારી જમીલ શેખે કહ્યું કે, અર્નબ અલીબાગ કવોરન્ટાઈન સેન્ટરમાં સોશિયલ મીડિયા પર એક્ટિવ હતો. સાથે તે અન્યનો ફોનનો ઉપયોગ કરી રહ્યો હતો.તેમણે કહ્યું કે, અમે તેમનો ફોન પહેલા જ સીલ કરી ચૂક્યા છીએ. મે અલીબાગ જેલ સુપરિન્ટેન્ડરને પત્ર લખ્યો છે કે, આ મામલે તપાસનો રિપોર્ટ બનાવવામાં આવે કે, અર્નબને ક્વોરન્ટાઈન સેન્ટરમાં મોબાઈલ ફોન કઈ રીતે મળ્યો હતો. રિપોર્ટના આધાર પર તેમને તલોજા જેલમાં મોકલવામાં આવ્યો હતો. આ દરમિયાન અર્નબ ગોસ્વામીએ પોલીસ પર મારમાટીનો આરોપ લગાવ્યો હતો.
આ પણ વાંચો :