નવી દિલ્હી: ભારતમાં કોવિડ-19ના (Corona Cases in India) આંકડા હવે ડરાવવા લાગ્યા છે. સંક્રમણના કારણે મૃત્યુની સંખ્યા પણ દિવસેને દિવસે વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસોમાં 27 ટકાનો (27 Percent increase in corona cases) નોંધાયો છે.
છેલ્લા એક દિવસમાં દેશમાં 2,47,417 નવા કોરોના કેસ નોંધાયા
છેલ્લા એક દિવસમાં દેશમાં 2,47,417 નવા કોરોના કેસ નોંધાયા છે. બુધવારે નવા કેસોની સંખ્યા 1,94,720 હતી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય (Union Ministry of Health) દ્વારા આજે નવા કેસના આંકડા જાહેર કરવામાં આવ્યા છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
84,825 દર્દીઓ સંક્રમણમાંથી સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા
માહિતી અનુસાર 84,825 દર્દીઓ સંક્રમણમાંથી સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. દેશમાં સક્રિય કેસની સંખ્યા 11,17,531 નોંધાઈ છે. દૈનિક હકારાત્મકતા દર 13.11 ટકા છે.
દિલ્હીમાં કોરોના વાયરસના સંક્રમણના નવા કેસોમાં જબરદસ્ત વધારો
દિલ્હીમાં કોરોના વાયરસના સંક્રમણના નવા કેસોમાં જબરદસ્ત વધારો (Increase in Corona cases in Delhi) નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં અહીં 27,561 નવા કેસ નોંધાયા છે, જે 20 એપ્રિલ 2021 પછી એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે.
ઓમાઈક્રોનના કેસ પણ વધ્યા
કોરોના વાયરસના નવા પ્રકાર ઓમાઈક્રોનના કેસ પણ વધી રહ્યા છે. દેશના 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોના વાયરસના આ સ્વરૂપથી સંક્રમિત લોકોની સંખ્યા અત્યાર સુધીમાં 5,488 છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે માહિતી આપી
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે (Union Ministry of Health) બુધવારે અપડેટ ડેટામાં આ માહિતી આપવામાં આવી છે. આમાંથી ઘણા લોકો સ્વસ્થ થઈને સ્વદેશ અથવા વિદેશ પરત ફર્યા છે.
આ પણ વાંચો:
Omicron Case in India : ભારતમાં કોરોનાના 1,79,723 નવા કેસ, ઓમિક્રોનના 4,033 કેસ નોંધાયા
ndia Corona Update : છેલ્લા 24 કલાકમાં બેકાબૂ કોરોનાના 1.41 લાખથી વધારે કેસ નોંધાયા