- ચીન LAC પર ફરી એક વાર અવળચંડાઈ પર ઉતર્યું
- અરૂણાચલ પ્રદેશમાં ભારત-ચીનના સૈનિકો આવ્યા સામસામે
- ભારતીય સૈનિકોએ ચીની સૈનિકને લીધો હતો કસ્ટડીમાં
નવી દિલ્હીઃ લેહમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઘમાસાણ થયું હતું. ત્યારે હવે અરૂણાચલ પ્રદેશમાં ફરી એક વખત બંને દેશના સૈનિકો સામસામે આવી ગયા હતા. જોકે, થોડા કલાકો પછી આ વિવાદને શાંત કરવામાં આવ્યો હતો. રક્ષા સૂત્રોના મતે, ગયા અઠવાડિયે બંને દેશના સૈનિકો LAC પર ફેસઓફની સ્થિતિમાં આવી ગયા હતા. PLA સૈનિકોને ભારતીય સૈનિકોએ યાંગ્ત્સેની પાસે તવાંગ સેક્ટરમાં કસ્ટડીમાં લીધા હતા, પરંતુ વાતચીતના માધ્યમથી આ વિવાદનું નિવારણ કરવામાં આવ્યું હતું. સૂત્રોના મતે, આ વિવાદ દરમિયાન કોઈ પણ નુકસાન નથી થયું.
સીમાનું સીમાંકન ન કરાયું હોવાથી બંને દેશ વચ્ચે LACની ધારણામાં અંતર
રક્ષા સૂત્રોના જણાવ્યાનુસાર, ભારત-ચીન સીમાનું ઔપચારિક રીતે સીમાંકન નથી કરવામાં આવ્યું અને આ માટે બંને દેશ વચ્ચે LACની ધારણામાં અંતર છે. બંને દેશ વચ્ચે વર્તમાન સમજૂતી અને પ્રોટોકોલના પાલનના માધ્યમથી જ LAC પર શાંતિ બની છે. બંને તરફના સૈનિકો LAC અંગે પોતાની ધારણા અનુસાર પેટ્રોલિંગ કરે છે. પેટ્રોલિંગ દરમિયાન બંને દેશની સેનાઓ સામસામે હોય છે અને ક્યારેક ક્યારેક LAC અંગે વિવાદ પણ થાય છે. આ વિવાદમાં કોઈ પણ પક્ષને કોઈ નુકસાન નથી થયું.
આ પણ વાંચો- ગુજરાતમાં બનાવવામાં આવેલી K9 વજ્ર તોપ ભારત ચીન બોર્ડર પર તૈનાત
આ પણ વાંચો- આર્મી ચીફ નરવણેનું મોટું નિવેદન, કહ્યું - પરિસ્થિતિ નિયંત્રણમાં છે, પડકાર માટે હંમેશા તૈયાર