ETV Bharat / bharat

ડીઝલ અને પેટ્રોલના ભાવમાં ઘટાડાથી સરકારી તિજોરી પર 45,000 કરોડની થશે અસર : રિપોર્ટ

જાપાની બ્રોકરેજ કંપની નોમુરાએ (Apanese Brokerage Nomura ) એક રિપોર્ટમાં જણાવ્યું છે કે, ડીઝલ અને પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યુટીમાં (Excise Duty On Petrol) ઘટાડાથી ચાલુ નાણાકીય વર્ષમાં ભારતની તિજોરી પર 1 લાખ કરોડ રૂપિયાની અસર પડશે, જે GDPના 0.45 ટકા હશે.

સરકારી તિજોરી પર 45,000 કરોડની થશે અસર
સરકારી તિજોરી પર 45,000 કરોડની થશે અસર
author img

By

Published : Nov 4, 2021, 4:04 PM IST

Updated : Nov 4, 2021, 4:10 PM IST

  • ડીઝલ અને પેટ્રોલના ભાવ ઘટાડા બાદ જાપાની બ્રોકરેજ કંપનીનો રિપોર્ટ
  • ચાલુ નાણાકીય વર્ષમાં ભારતની તિજોરી પર 1 લાખ કરોડ રૂપિયાની અસર થશે
  • વર્ષના બાકીના મહિનાઓમાં તિજોરી પર રૂપિયા 45,000 કરોડની અસર પડશે

નવી દિલ્હી : ડીઝલ અને પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં (Excise Duty On Petrol) ઘટાડાથી સરકારી તિજોરીને રૂપિયા 45,000 કરોડની અસર થશે અને કેન્દ્રની રાજકોષીય ખાધમાં 0.3 ટકાનો વધારો થશે. ગુરુવારે જાહેર કરાયેલા એક વિદેશી બ્રોકરેજ કંપનીના (Apanese Brokerage Nomura ) રિપોર્ટમાં આ માહિતી સામે આવી હતી.

તિજોરી પર રૂપિયા 45,000 કરોડની અસર

જાપાની બ્રોકરેજ કંપની નોમુરાના અર્થશાસ્ત્રીઓએ એક અહેવાલમાં જણાવ્યું હતું કે, એકંદર વપરાશના સંદર્ભમાં આ આશ્ચર્યજનક પગલાથી તિજોરીને રૂપિયા 1 લાખ કરોડની અસર થશે, જે સમગ્ર નાણાકીય વર્ષ માટે કુલ સ્થાનિક ઉત્પાદન (GDP) ના 0.45 ટકા હશે. ચાલુ નાણાકીય વર્ષના બાકીના મહિનાઓમાં તિજોરી પર રૂપિયા 45,000 કરોડની અસર પડશે, જેનાથી રાજકોષીય ખાધમાં વધારો થશે.

રાજકોષીય ખાધ ઘટીને 6.5 ટકા થવાની અપેક્ષા

બ્રોકરેજે જણાવ્યું હતું કે, તે હવે રાજકોષીય ખાધ 6.2 ટકાના અગાઉના અંદાજની સરખામણીએ ઘટીને 6.5 ટકા થવાની અપેક્ષા રાખવામાં આવી છે અને બતાવે છે કે તે 6.8 ટકાના લક્ષ્યાંકથી હજુ પણ ઓછી રહેશે.

કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કર્યો હતો ઘટાડો

કેન્દ્ર સરકારે બુધવારે દિવાળીની પૂર્વ સંધ્યાએ પેટ્રોલ પર પ્રતિ લીટર 5 રૂપિયા અને ડીઝલ પર 10 રૂપિયા પ્રતિ લીટર એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાની જાહેરાત કરી હતી. પેટ્રોલ અને ડીઝલના નવા દરો ગુરુવારથી લાગુ થઈ ગયા છે.

આ પણ વાંચો:

Last Updated : Nov 4, 2021, 4:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.