- ચૂંટણી વ્યૂહરચનાત્મક પ્રશાંત કિશોરે પંજાબના 'કેપ્ટન'ના મુખ્ય સલાહકાર પદેથી આપ્યું રાજીનામું
- પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દર સિંહ (Punjab Chief Minister Capt. Amarinder Singh)ના મુખ્ય સલાહકાર પદ પરથી પ્રશાંત કિશોરનું રાજીનામું
- આગામી વર્ષે પંજાબમાં વિધાનસભાની ચૂંટણી (Punjab Assembly Election) આવી રહી છે તેની પહેલા પ્રશાંત કિશોરે (Prashant Kishor) રાજીનામું આપ્યું
અમૃતસરઃ કોંગ્રેસમાં શામેલ થવાની અટકળો વચ્ચે ચૂંટણી રણનીતિકાર (election strategist) પ્રશાંત કિશોરે પંજાબના મુખ્યપ્રધાન અમરિન્દર સિંહ (Punjab CM Captain Amrindar Singh)ના મુખ્ય સલાહકારના પદ પરથી રાજીનામું આપ્યું છે. પ્રશાંત કિશોરે (Prashant Kishor) આ રાજીનામું એવા સમયે આપ્યું છે. જ્યારે આગામી વર્ષે પંજાબમાં વિધાનસભાની ચૂંટણી (Punjab Assembly Election) આવી રહી છે.
આ પણ વાંચો- Explained : શું પ્રશાંત કિશોર 2024માં બની શકશે કિંગમેકર ?
હું અસ્થાયી બ્રેક ઈચ્છું છુંઃ પ્રશાંત કિશોર
સૂત્રોની માનીએ તો, પ્રશાંત કિશોરે (Prashant Kishor) પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દર સિંહના મુખ્ય સલાહકાર (Principal Advisor) પદ પરથી એ કહીને રાજીનામું આપ્યું છે કે, તેમણે સાર્વજનિક જીવનમાં સક્રિય ભૂમિકાથી (temporary break from active role in public life) અસ્થાયી બ્રેક લેવાનો નિર્ણય કર્યો છે.
આ પણ વાંચો- સીએમ અમરિન્દરસિંહ પેનલને મળી પંજાબ પાછાં ફર્યાં, કોંગ્રેસ હાઈકમાન્ડને ન મળ્યાં
હું સલાહકાર તરીકેની જવાબદારી સંભાળવામાં સક્ષમ નથીઃ પ્રશાંત કિશોર (Prashant Kishor)
પંજાબના મુખ્યપ્રધાનને લખેલા પોતાના પત્રમાં પ્રશાંત કિશોરે (Prashant Kishor) કહ્યું હતું કે, જેવું કે તમે જણાો છે. સાર્વજનિક જીવનમાં સક્રિય ભૂમિકાથી અસ્થાયી બ્રેકના મારા નિર્ણયને ધ્યાનમાં રાખી હું તમારા પ્રધાન સલાહકાર તરીકે જવાબદારીઓ સંભાળવામાં સક્ષમ નથી. જોકે, મને અત્યારે પોતાના ભવિષ્યની કાર્યવાહી અંગે નિર્ણય કરવાનો છે. આ માટે હું તમને અનુરોધ કરું છું કે, મહેરબાની કરીને મને આ જવાબદારીમાંથી મુક્ત કરવાનો અનુરોધ કરો.