ETV Bharat / bharat

શું શ્વેત રક્તકણો કોરોના વાયરસને મારવામાં મદદ કરી શકે છે? - સાર્સ-કોવ-2

ઇમ્યૂનોલોજિસ્ટ નિષ્ણાતોએ કોરોના વાયરસને (Corona Virus) હણી નાંખનારું એક મિકેનીઝમ શોધી કાઢ્યું છે. પહેલાં અજ્ઞાત એવું આ મિકેનિઝમ શ્વેત રક્તકણોનું મિકેનિઝમ (White blood cells) છે અને તે સ્પાઈડર વેબની જેમ કાર્ય કરે છે, ઈન્ફલ્યુએન્ઝા અથવા SARS-CoV-2 જેવા જીવાણુઓને ફસાવે છે અને તેને મારી નાખે છે. આ વાયરસ કોવિડ-19 (Covid-19) માટે જવાબદાર વાયરસ છે.

શું શ્વેત રક્તકણો કોરોના વાયરસને મારવામાં મદદ કરી શકે છે?

author img

By

Published : Jun 30, 2021, 5:18 PM IST

  • ઇમ્યૂનોલોજિસ્ટોએ શ્વેતકણોને (White blood cells) અનુલક્ષી કર્યું સંશોધન
  • Corona Virusને હણતું વેબ મિકેનિઝમ શોધ્યું
  • SARS-CoV-2 વાયરસને ટ્રેપ કરી મારી નાંખતું મિકેનિઝમ

કેનેડાની મેકમાસ્ટર યુનિવર્સિટીના સંશોધકોએ શોધી કાઢ્યું છે કે ન્યુટ્રોફિલ્સ - માનવ શરીરમાં સૌથી વધુ પ્રમાણમાં શ્વેત રક્તકણો (White blood cells) - જ્યારે એન્ટિબોડીઝમાં કોટેડ આવા પેથોજેન્સ સાથે જોડાય છે ત્યારે તે ફૂટે છે અને કોષની બહાર ડીએનએ છોડે છે, જે એક ચોંટી જતી ગૂંચ બનાવે છે જે એક છટકા તરીકે કામ કરે છે. પ્રોસિડિંગ્સ ઓફ નેશનલ એકેડેમી સાયન્સ ઓનલાઇનમાં પ્રકાશિત આ તારણો મહત્વપૂર્ણ છે. કારણ કે શ્વસન માર્ગમાં એન્ટિબોડીઝ કેવી રીતે વાયરસને બેઅસર કરે છે તે વિશે વધુ ઉંડાણથી સમજી શકાયું નથી.

વેક્સિન ડિઝાઇન અને ડિલિવરી પર પણ અસર પડી શકે

આ શોધથી વેક્સિન ડિઝાઇન અને ડિલિવરી પર પણ અસર પડે છે. તેમાં એરોસોલ અને અનુનાસિક સ્પ્રે ટેકનીકોનો સમાવેશ થાય છે. જે શરીરમાં વાયરસને ચેપ લગાડવાની તક મળે તે પહેલાં દૂર કરવામાં મદદ કરી શકે છે તેમ સંશોધનકારોએ જણાવ્યું હતું. "રસીઓ આ એન્ટિબોડીઝ પેદા કરી શકે છે જે આપણા ફેફસાંમાં હાજર છે. જે ફ્લૂ અથવા કોવિડ -19 (Covid-19) જેવા વાયરસ જેવા માટેનો પ્રથમ પ્રકારનો એન્ટિબોડી છે, જે આપણા ફેફસાં અને શ્વસન માર્ગમાં સંક્રમણ કરે છે," ચેપી રોગ સંશોધન માટે મેકમાસ્ટરની માઇકલ જી ડીગ્રોટ સંસ્થાના અધ્યયનકર્તા મુખ્ય લેખક મેથ્યુ મિલર, એસોસિયેટ પ્રોફેસરે આ માહિતી આપી હતી.

એન્ટીબોડીઝનું મિકેનિઝમ

તેમણે કહ્યું કે આપણા શરીરમાં જ્યાં સંક્રમણ લાગે છે તે સ્થળ પર સંક્રમણ અટકાવી શકે તેવું મિકેનિઝમ ફેલાવાની અને ગંભીર ગૂંચવણોને અટકાવી શકે છે. "તેમણે ઉમેર્યું. સરખામણી કરીને ઇન્જેક્ટેબલ વેક્સિન્સ લોહીમાં એન્ટિબોડીઝને ઉત્તેજિત કરવા માટે બનાવવામાં આવી છે, પરંતુ તે એન્ટિબોડીઝ જ્યાંથી સંક્રમણ શરુ થાય છે ત્યાં એન્ટિબોડીઝ તરીકે પ્રચલિત નથી.

આ પણ વાંચોઃ Hormonal Imbalance: મહિલાઓના અંતઃસ્ત્રાવ સ્વાસ્થ્યને પણ અસર કરી રહ્યો છે કોરોના

નેક્સ્ટ જનરેશન વેક્સિન માટે પ્રયત્ન

આપણે એન્ટિબોડીઝને ઉત્તેજીત કરવા માટે શ્વસન માર્ગમાં આગળની પેઢીની COVID-19 રસી વિશે કાળજીપૂર્વક વિચારવું જોઈએ તેમ લીડ લેખક હેન્નાહ સ્ટેસીએ કહ્યું હતું. તેઓ મિલર લેબમાં સ્નાતકના વિદ્યાર્થિની છે. તેમણે કહ્યું કે જો તમને આ એન્ટિબોડીઝ કે જે લોહીમાં ખરેખર વિપુલ પ્રમાણમાં હોય છે, તે ખૂબ મોટા પ્રમાણમાં જોઈએ છે તો પછી ઇન્જેક્શન સૌથી વધુ અર્થપૂર્ણ છે. પરંતુ જો તમને શ્વસન માર્ગમાં વિપુલ પ્રમાણમાં એન્ટિબોડીઝ જોઈએ છે, તો પછી સ્પ્રે અથવા એરોસોલ વધુ ઉપયોગી થાય છે.

સંશોધનકારોએ એવી ચેતવણી પણ આપી છે કે જ્યારે શરીરનું સ્પાઈડર-વેબ મિકેનિઝમ મોટા પ્રમાણમાં ફાયદાકારક રહેવાની સંભાવના ધરાવે છે. પરંતુ તે વેબ મિકેનિઝમનું નિર્માણ બેકાબૂ હોય ત્યારે બળતરા અને વધુ બિમારી સહિતના નુકસાનનું પણ કારણ બને છે.

White blood cells ના વેબ મિકેનિઝમનો માઈનસ પોઇન્ટ

સંશોધકો એ તરફ પણ પોઇન્ટ આઉટ કરે છે કે તે રોગચાળાના પ્રારંભિક લક્ષણો તરફ ઇશારો કરે છે, રસીકરણ પહેલાં જ્યારે આ નેટ, અથવા ન્યુટ્રોફિલ એક્સ્ટ્રા સેલ્યુલર ટ્રેપ, કેટલાક દર્દીઓના ફેફસામાં જોવા મળતાં હતાં અને તેમના શ્વાસ લેવાની પ્રક્રિયાને વધુ મુશ્કેલ બનાવતાં હતાં.

આ પણ વાંચોઃ Long Covid Syndrome રીકવરીમાં મુશ્કેલી વધારી શકે છે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.