ETV Bharat / bharat

Budget Session 2022: આજથી બન્ને ગૃહમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર શરૂ થશે ચર્ચા, રાહુલ ગાંધીના હાથમાં વિપક્ષની કમાન - રાહુલ ગાંધી રાષ્ટ્રપતિના અભિભાષણના આભાર પ્રસ્તાવ પર ચર્ચા

લોકસભા અને રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા આજથી (Debate on President's address in Parliament) શરૂ થશે. વિપક્ષ વતી આભાર પ્રસ્તાવ પર ચર્ચાની જવાબદારી રાહુલ ગાંધી (Rahul Gandhi discusses the motion of thanks for the President's address) સંભાળશે. આપને જણાવી દઈએ કે, સંસદના બજેટ સત્રનો (Budget Session 2022) પ્રથમ તબક્કો 31 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી ચાલશે. ત્યારબાદ વિવિધ વિભાગોની બજેટ ફાળવણી પર વિચારણા કરવા રજા રહેશે. જ્યારે બજેટ સત્રનો (Budget Session 2022) બીજો તબક્કો 14 માર્ચથી શરૂ થશે, જે 8 એપ્રિલ સુધી ચાલશે.

Budget Session 2022: આજથી બંને ગૃહમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર શરૂ થશે ચર્ચા, રાહુલ ગાંધીના હાથમાં વિપક્ષની કમાન

author img

By

Published : Feb 2, 2022, 10:15 AM IST

નવી દિલ્હીઃ સંસદના બંને ગૃહો લોકસભા અને રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા આજથી (Debate on President's address in Parliament) શરૂ થશે. આભાર પ્રસ્તાવ રજૂ કરવા અને ભાજપ વતી ચર્ચા શરૂ કરવા વક્તાઓની પસંદગી કરતી વખતે પક્ષ અને સરકારના વ્યૂહરચનાકારોએ ચૂંટણીના રાજ્યોનું ખાસ ધ્યાન રાખ્યું છે.

આ પણ વાંચો- Union Budget 2022 : બજેટને શેરબજારનો આવકાર, ટેક્સ સ્લેબમાં ફેરફાર નહી થતાં નિરાશા

રાજ્યસભામાં ભાજપ વતી ગીતા શાક્ય આભાર પ્રસ્તાવ રજૂ કરશે

રાજ્યસભામાં પણ ભાજપે ઉત્તર પ્રદેશના સાંસદને રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ (Debate on President's address in Parliament) પર પાર્ટી વતી પહેલા બોલવાની જવાબદારી સોંપી છે. તો રાજ્યસભામાં ભાજપ વતી આભાર પ્રસ્તાવ પર બોલનારા ગીતા શાક્ય ઉર્ફે ચંદ્રપ્રભા પ્રથમ વક્તા હશે. આપને જણાવી દઈએ કે, ગીતા શાક્ય ઈટાવાથી આવે છે, જેને સમાજવાદી પાર્ટીનો ગઢ કહેવામાં આવે છે.

આ પણ વાંચો- Union Budget 2022 :બજેટમાં સહકારી સંસ્થાને ટેક્સ અને સરચાર્જમાં આપવામાં આવી રાહત

ભાજપ તરફથી રાષ્ટ્રપતિના અભિભાષણ પ્રસ્તાવના સમર્થનમાં બોલનારા વક્તા ઉત્તરપ્રદેશના જ હશે

ભાજપ તરફથી રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર લોકસભામાં બોલનારા પ્રથમ વક્તા ઉત્તર પ્રદેશના બસ્તીથી લોકસભાના સાંસદ હરિશ દ્વિવેદી હશે. આ પ્રસ્તાવના સમર્થનમાં ભાજપ વતી બોલનારા અન્ય વક્તાઓ પણ ઉત્તર પ્રદેશના જ હશે. હરીશ દ્વિવેદી બાદ ભાજપે પાર્ટી વતી ઠરાવના સમર્થનમાં બોલવાની જવાબદારી ઉત્તર પ્રદેશના બાંસગાંવના લોકસભા સાંસદ કમલેશ પાસવાનને સોંપી છે. આપને જણાવી દઈએ કે, બંને સાંસદો પૂર્વાંચલથી આવે છે.

રાજ્યસભામાં ભાજપ વતી ઠરાવની તરફેણમાં બોલનારા બીજા વક્તા અન્ય ચૂંટણી રાજ્ય પંજાબમાંથી હશે. ગીતા શાક્ય પછી રાજ્યસભામાં બોલનારા ભાજપના બીજા સ્પીકર પંજાબના રાજ્યસભાના સાંસદ શ્વેત મલિક હશે. મલિક પંજાબ ભાજપના પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યા છે અને તેમને રાજ્યના દિગ્ગજ નેતા માનવામાં આવે છે. આ સાથે જ કોંગ્રેસ પણ આ તક ગુમાવવા માગતી નથી. આવી સ્થિતિમાં કોંગ્રેસે આ મુદ્દે સરકારને ઘેરવાની જવાબદારી રાહુલ ગાંધીને (Rahul Gandhi discusses the motion of thanks for the President's address) આપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાહુલ ગાંધી લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર (Debate on President's address in Parliament) ચર્ચા શરૂ કરવા જઈ રહ્યા છે.

વડાપ્રધાન રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપી શકે છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 ફેબ્રુઆરીએ લોકસભા અને 8 ફેબ્રુઆરીએ રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો (Debate on President's address in Parliament) જવાબ આપી શકે છે. રાજ્યસભા (ઉપલા ગૃહ)ની બેઠક સવારે 10 વાગ્યે શરૂ થશે. નોંધનીય છે કે, કોરોના મહામારીના કારણે બંને ગૃહોની બેઠક અલગ અલગ સમયે યોજાશે. આજથી (2 ફેબ્રુઆરી) લોકસભાની કાર્યવાહી સાંજે 4થી 9 વાગ્યા સુધી ચાલશે.

આ અંગે માહિતી અનુસાર, ભાજપ તરફથી લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ (Debate on President's address in Parliament) પર બોલનારા પ્રથમ અને બીજા બંને વક્તા સૌથી મહત્વપૂર્ણ ચૂંટણી રાજ્ય ઉત્તર પ્રદેશના હશે. બજેટ સત્ર (Budget Session 2022) દરમિયાન કુલ 29 બેઠકો યોજાશે, જેમાં પ્રથમ તબક્કામાં 10 બેઠકો અને બીજા તબક્કામાં 19 બેઠકો યોજાશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.