- વિધાનસભાની ચૂંટણીમાં તૃણમૂલની સ્વપન બાઉરીએ સાલટોરા બેઠક પર 12,523 મતે વિજય મેળવ્યો હતો
- પશ્ચિમ બંગાળના બાંકુડા જિલ્લામાં સાલટોરા વિધાનસભા બેઠક ચર્ચામાં રહી હતી
- ચંદના બાઉરીના નામનો ઉલ્લેખ બાંકુડા જિલ્લામાં ચૂંટણીની રેલી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો હતો
કોલકાતા: ભાજપના ઉમેદવાર ચાંદના બાઉરીએ તૃણમૂલ કોંગ્રેસના સંતોષકુમાર મંડલને 4,145 મતોથી હરાવ્યા હતા. ચંદના આર્થિક રીતે નબળા વર્ગમાંથી આવે છે, તેથી તેનો વિજય વિશેષ માનવામાં આવે છે. જણાવવામાં આવ્યું હતું કે, ગઇ વિધાનસભાની ચૂંટણીમાં તૃણમૂલની સ્વપન બાઉરીએ સાલટોરા બેઠક પર 12,523 મતે વિજય મેળવ્યો હતો.
આ પણ વાંચોઃ પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં TMCની જીત પર વડાપ્રધાન મોદીએ અભિનંદન આપ્યા
વડાપ્રધાન મોદીએ લીધુ હતું ચંદનાનું નામ
ખરેખર, પશ્ચિમ બંગાળના બાંકુડા જિલ્લામાં સાલટોરા વિધાનસભા બેઠક ચર્ચામાં રહી હતી. આ બેઠક પર પ્રથમ તબક્કામાં મતદાન થયું હતું. ભાજપે ચંદના બાઉરીને સાલટોરા મત વિસ્તારમાંથી ઉમેદવાર તરીકે નિયુક્ત કર્યા હતા. જે એક દૈનિક મજૂરી કરનારની પત્નિ છે. ચંદના બાઉરીના નામનો ઉલ્લેખ બાંકુડા જિલ્લામાં ચૂંટણીની રેલી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો હતો.
ચંદનાના મતદાન પછી ભાજપનું ટ્વીટ
મતદાનના દિવસે ચંદના પણ મત આપવા માટે ગઇ હતી. એ પછી ભાજપે ટ્વીટ કર્યું હતું કે, 'સાલટોરાથી ભાજપના ઉમેદવાર ચંદના બાઉરીએ બૂથ પર જઇ મત આપ્યો હતો. તમારા લોકશાહી અધિકારનો ઉપયોગ કરો. મત આપવો એ તમારો અધિકાર છે, તમારા પરિવારની સાથે જાઓ અને મત આપો.
વિભાજનના સવાલ પર ચંદનાનો જવાબ
આ વિશેના એક પ્રશ્નના જવાબમાં ચંદનાએ કહ્યું હતું કે, 'મોદી બધા ધર્મોના લોકોને પ્રેમ કરે છે અને બીજી તરફ મમતા દીદી લોકોને ધર્મના આધારે વિભાજિત કરે છે. તે દુર્ગાપૂજા, સરસ્વતી પૂજાની મંજૂરી આપતી નથી. પરંતુ મોદીએ અમારી મુસ્લિમ મહિલાઓ માટેના ત્રિપલ તલાકનો કાયદો રદ કર્યો હતો.
ઘણા લોકોએ મને નામાંકન માટે અરજી કરવા પ્રોત્સાહિત કરી હતી
ભાજપની ટિકિટ પર ચૂંટણી લડવાના સવાલ પર ચંદનાએ કહ્યું હતું કે, ઉમેદવારોના નામની ઘોષણા કરતા પહેલા તેઓ જાણતા ન હતા કે વિધાનસભાની ચૂંટણીમાં મને ઉમેદવાર તરીકે ચૂંટવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, ઘણા લોકોએ મને નામાંકન માટે અરજી કરવા પ્રોત્સાહિત કરી હતી. પરંતુ મને નથી લાગતું કે હું આ સિદ્ધિ હાંસલ કરી શકીશ.
આ પણ વાંચોઃ પશ્વિમ બંગાળની નંદીગ્રામ બેઠક પરથી મમતા બેનર્જીની હાર, ભાજપના ઉમેદવારે 1700થી વધુ મતથી મેળવી જીત
પશ્ચિમ બંગાળની ચૂંટણીના પહેલા તબક્કામાં 30 બેઠકો પર ચૂંટણી યોજાઇ હતી
ઉલ્લેખનિય છે કે, પશ્ચિમ બંગાળની ચૂંટણીના પહેલા તબક્કામાં 30 બેઠકો પર ચૂંટણી યોજાઇ હતી. આમાં પુરૂલિયા, ઝાડગ્રામ જિલ્લાની 30 વિધાનસભા બેઠકો ઉપરાંત બાંકુડા, પુર્બા મેદનીપુર અને પશ્ચિમ મેદનીપુર વિસ્તારની કેટલીય બેઠકો પર ચૂંટણી યોજવામાં આવી હતી. મતદાનના પ્રથમ તબક્કામાં 21 મહિલાઓ સહિત 191 ઉમેદવારોના ચૂંટણી ભાવિનો નિર્ણય લેવામાં આવ્યો હતો.