આંધ્રપ્રદેશઃ સત્તાઘારી YSR કોંગ્રેસ પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે, તેલુગુ દેશમ પાર્ટી (TDP)એ પાતાને નિર્દોષ સાબિત કરવા કરવેરા વિભાગના પંચનામાની કોપીનો અમુક ભાગ જાહેર કર્યો છે. TDPએ જાહેર કરેલા પંચનામાના બે પેજ સૂચવે છે કે, કરવેરા વિભાગે પી શ્રીનિવાસનના ઘરે રોકડ રકમ તેમજ સોનુ હોવાનું કબુલ્યુ છે, પરંતું કરવેરા વિભાગે કોઈપણ મિલકત જપ્ત કરી નથી.
ઉલ્લેખનીય છે કે, YSRએ 11 નવેમ્બર, 2019 અને 13 ફેબ્રુઆરી, 2020ના રોજ CBTD પ્રેસ નોટે જાહેર કરી હતી. આ બંને પ્રેસ નોટમાં આંધ્રપ્રદેશના ભ્રષ્ટાચાર મામલે સંકળાયેલા એક વ્યક્તિનો ઉલ્લેખ કરાયો છે. આમ, YSRએ દાવો કર્યો છે કે, આ વ્યક્તિ TDP પ્રમુખ ચંદ્રબાબુ નાયડૂ છે.