ETV Bharat / bharat

દુબઇમાં ઘરેલુ હિંસાનો ભોગ બની મેરઠની મહિલા, ભારતથી માગી મદદ - દિવ્યા ગુપ્તાનો વાઇરલ વીડિયો

દુબઈમાં રહેતી અને ઉત્તર પ્રદેશના મેરઠની રહેવાસી એક મહિલાએ દહેજ માટે તેના પતિ અને સાસરિયાઓ દ્વારા માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો છે. આ સાથે પીડિત મહિલા પોતાનો જીવ બચાવવા મદદની વિનંતી કરી રહી છે. મહિલાનો આ વીડિયો વાઇરલ થઈ રહ્યો છે.

દુબઇમાં ઘરેલુ હિંસાનો ભોગ બનેલી મેરઠની મહિલા

author img

By

Published : Jul 30, 2020, 6:47 PM IST

લખનઉ: દુબઈમાં રહેતી દિવ્યા ગુપ્તાએ તેના પતિ દિપેશ ગુપ્તા પર દહેજ માટે માનસિક ત્રાસ આપતા હોવાનો આરોપ લગાવ્યો છે. ટ્વિટર દ્વારા એક સંદેશ મોકલીને દિવ્યાએ જણાવ્યું કે, તેના લગ્ન 18 એપ્રિલ, 2018 ના રોજ થયા હતા. 2 જાન્યુઆરી 2020 ના રોજ તે તેના પતિ સાથે દુબઈ આવી હતી, જ્યાં તેની સાસુ અને તેના પતિની બહેન પણ રહે છે.

એવો આરોપ છે કે દુબઈમાં હાજર તેના સાસરિયાઓ અને પતિ તેની પર સતત તેને મારમારે છે. ફરિયાદ થતાં ત્યાંની પોલીસે સમાધાનની સલાહ આપી હતી.દિવ્યાએ તેની પોસ્ટમાં જણાવ્યું હતું કે તેની એક 13 મહિનાની પુત્રી પણ છે. તેને ડર છે કે સાસરિયાઓ તેની પુત્રીનો જીવ લઇ લેશે. ટ્વિટર પર મદદ માગીને દિવ્યાએ તેના ઘા પણ બતાવ્યા હતો. તેનું કહેવું છે કે હિંસામાં ઘાયલ થયા પછી તે હોસ્પિટલમાં સારવાર માટે ગઇ હતી, પરંતુ હવે તેની પાસે પૈસા પણ નથી.

દિવ્ય ગુપ્તાએ સોશિયલ મીડિયા પર ન્યાયની વિનંતી કરી હતી. દિવ્યા ગુપ્તાએ દુબઈની એક પત્રકાર ગીતા શર્માને ટ્વીટ કરીને માહિતી આપી હતી. ખુદ ગીતા શર્માએ ટ્વિટ કરીને આ વાત વિશે જણાવ્યું હતું.

જે બાદ IPS અરૂણ બોથરાએ કહ્યું કે તે પ્રયાસ કરી રહ્યા છે. ભારત દૂતાવસને માહિતી આપી હતી કે તેઓ દિવ્ય ગુપ્તા સાથે સંપર્કમાં છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.