સૂત્રોના જણાવ્યાં અનુસાર ડોભાલે માઇક પોમ્પિયો સાથે મોડી રાત્રે ફોન પર વાતચીત કરી હતી. પોમ્પિયોએ ડોભાલને કહ્યું કે અમેરિકા ભારતની તે કાર્યવાહીની સાથે છે જે તેને આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે કરી છે.
અમેરિકા સહિત ઘણા દેશોએ આતંકવાદી વિરુધ આકરી પ્રતિક્રિયા આપતા ભારતના પક્ષમાં નિવેદન આપ્યું હતું.
અમેરિકાએ પાકિસ્તાનને કહ્યું કે તમે તમારા આતંકવાદીને જ ખત્મ કરી નાખો.
તેના પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપએ પાકિસ્તાનને મળનારી આર્થિક સહાયો પણ રદ કરી નાખી છે. પુલવામા હુમલા પછી રાષ્ટ્રપતિ ટ્રંપે કહ્યું હતુ કે ભારત આતંકવાદ વિરૂદ્ધ મોટુ પગલું ભરવાનું છે.