મુંબઈઃ ડૉ. કફીલ ખાનની બુધવારે ધરપકડ કરવામાં આવી હતી. કારણ કે, તેમના પર આલીગઢમાં મુસ્લિમ વિશ્વવિદ્યાલયમાં ઉશ્કેરણીજનક ભાષણ કરવાનો આરોપ છે. ડૉ. ખાન પર આરોપ છે કે, તેમણે ગત 12 ડિસેમ્બરે અલીગઢમાં મુસ્લિમ વિશ્વવિદ્યાલયમાં નાગરિકતા સંશોધન કાયદા, 2019 વિરૂદ્ધ ભડકાઉ ભાષણ આપ્યું હતું.
13 ડિસેમ્બરે અલીગઢના સિવિલ લાઈનના પોલીસ મથકમાં ભારતીય દંડ એક્ટની ધારા 153 (A) હેઠળ ફરિયાદ દાખલ કરાઈ હતી. જેમાં ફરિયાદીના જણાવ્યા અનુસાર, ડૉ કફીલ ખાને લગભગ 600 વિદ્યાર્થીઓને ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું હતું.