સુપ્રીમ કોર્ટે કેન્દ્રના વાંધાને ફગાવતા કહ્યું કે, આર્મીમાં મોટાભાગના જવાનો ગ્રામ્ય વિસ્તારોમાંથી આવે છે અને તે મહિલાઓને કમાન્ડની સ્થિતિમાં જોઈ શકતા નથી. અને મહિલાઓ મિલેટરી સર્વિસ દરમિયાન તમામ શારિરીક મુશકેલીઓને પણ ઉઠાવી શકે છે. કેન્દ્રનો દાવો હતો કે, મહિલાઓ કમાન્ડ સ્ટેટ્સમાં કેટલાંક કારણોસર ફરજ ન બચાવી શકે. ફેબ્રુઆરી મહિનામાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારના નિર્ણય મુજબ મહિલાઓને શોર્ટ સર્વિસ કમિશનમાં ફુલ ટાઈમ કમિશન આપવાના મુદે નિર્ણય આપતા કહ્યું હતું કે, આર્મીના વિવિધ 10 ડીવીઝનોમાં મહિલાઓને લાભ મળવો જોઈએ અને મિલેટરી સેવામાં આ ચુકાદો લાગુ કર્યો હતો. ઈઝરાયલમાં 1995માં ઓપરેશન કોમ્હેટમાં મહિલા જવાનો જોડાયા હતા. 2001માં જર્મનીમાં પણ મહિલાઓ કમાન્ડન્ટ તરીકે જોડાઈ હતી. અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયામાં પણ મહિલા આર્મી અધિકારીઓને સમાન દરજ્જો મળ્યો છે. ઓર્ડરમાં કોર્ટે એમ પણ નોંધ્યુ છે કે, કમાન્ડના રોલ માટે મહિલાઓને તેમની જાતીના આધારે અલગ ન પાડી શકાય પણ મેરીટ અને વ્યક્તિગત ક્ષમતાને આધારે નક્કી કરી શકાય. સુપ્રીમ કોર્ટનો તાજેતરનો ચુકાદો મહિલા આર્મી અધિકારીઓ માટે આગામી સમયમાં ઘણો મહત્વનો બની રહેશે.
જૂન 2017 ઈન્ડિયન આર્મીના કમાન્ડર ઈન ચીફ જનરલ બીપીન રાવતે જાહેરાત કરી હતી કે, આર્મીમાં મહિલાઓને પુરૂષો જેટલી જ સમાન તક મળવી જોઇએ. શરૂઆતમાં મહિલાઓ મિલેટરી પોલીસમેન તરીકે નિમણૂંક પામતી હતી. ત્યારબાદ તેમને માર્શલ આર્ટની ટ્રેનીંગ પણ આપવામાં આવતી હતી. તે સમયે રક્ષા પ્રધાન નિર્મલા સીતારમને કહ્યું હતું કે, તે એક પોલીસી પર કામ કરી રહ્યાં છે. જેમાં ત્રણ ફોર્સ પૈકી મહિલાઓ એર ફોર્સમાં પાયલોટ તરીકે કામ કરે છે. જ્યારે નેવીમાં મહિલાઓ માટે યોગ્ય વાતાવરણનો અભાવ છે. જ્યારે સૌથી મહત્વની વાત એ છે કે, ભારત વિશ્વની બીજા નંબરની સૌથી મોટી સેના ધરાવે છે. વર્ષ 1950 બાદ ચાર દશક સુધી લગભગ મહિલાઓ માટે સેનામાં સ્થાન નહોતુ. 1992માં મહિલા આર્મી અધિકારીઓને પાંચ કેટેગરીમાં અલગ કરવામાં આવ્યા હતા. જેમાં મહિલા આર્મી અધિકારીઓને કાયમી કમિશન નહીં આપવાનો વિવાદ થયો હતો. બાદમાં 2010માં આ મામલો દિલ્હી હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં દિલ્હી હાઈકોર્ટે મહિલા અધિકારીઓને કમિશન આપવાનો હુકમ કર્યો હતો. જેના કારણે સરકારને વાંધો પડ્યો હતો. ત્યારબાદ આ વિવાદ સતત ચાલતો હતો. પણ સુપ્રીમ કોર્ટના ચુકાદાને કારણે આવતા માર્ચ મહિનામાં 100 મહિલા જવાનોની ટ્રેનીંગ પુરી થતા મીલીટરી પોલીસમાં જોડાશે. ત્યારે નવા ચુકાદાના કારણે તેમને ટ્રેનિંગમાં ફાયદો મળશે અને વ્યક્તિગત ક્ષમતાને આધારે તેમને પુરૂષોના સમાંતર હક મળશે.
લગભગ 20 વર્ષ પહેલાં સુબ્રહ્મણ્યમ સમિતિ આ પદની રચના અને સંરક્ષણ મંત્રાલયના મુખ્ય સલાહકારની નિમણૂંકની દરખાસ્ત કરવામાં આવી હતી. મુખ્ય સલાહકાર જે ત્રણેય સશસ્ત્ર સૈન્ય, પાયદળ, હવાઈ દળ અને નૌકાદળ માટે એકલ અને સર્વોચ્ચ અધિકાર તરીકે પણ કાર્ય કરી શકે છે. આ કવાયત તાજેતરમાં જ પૂર્ણ થઈ છે અને જનરલ બિપિન રાવતને પદ માટે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમ છતાં કેન્દ્રીય બજેટનો મોટો ભાગ સંરક્ષણ આવશ્યકતાઓની જરૂરિયાતોને પહોંચી વળવા માટે ફાળવવામાં આવ્યો છે, (જે લગભગ રૂ. 37.37 લાખ કરોડ છે) જો કે, સેનાનો આધુનિક વિકાસની બાબતમાં બહુ ઓછો વિકાસ થયો છે. બિપિન રાવતે તાજેતરમાં વ્યુહાત્મક રીતે યુ.એસ.ની જેમ 11 લડાકુ કમાન્ડો અને ચીનની માફક કમાન્ડ્સની જેમ વ્યૂહને વધુ તીવ્ર બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. નિર્દેશોને અનુસરીને, 2022 સુધીમાં, ત્રણ સશસ્ત્ર-દળોના સંયુક્ત સંસાધનોથી મોટી સિસ્ટમ અમલની ધારણે છે.! વડા પ્રધાન મોદીએ ડિસેમ્બર, 2015 માં ભારપૂર્વક જણાવ્યું હતું તેમ, લશ્કરી કમાન્ડરોના સન્માન સાથે, માન્યતાઓ, નીતિઓ, ઉદ્દેશો અને વ્યૂહરચનાને બદલી શકાય તેમ છે.
એક તરફ ચીન જેવા દળો સેન્ય દળોમાં ઘટાડો કરે છે અને આધુનિક તકનીકથી સેનાને મજબુત કરી રહ્યાછે, જે ભારત માટેની ચિંતા છે અને તે રાષ્ટ્રી સુરક્ષાને નુકશાન પણ કરી શકે છે. દેશના કુલ લશ્કરી બજેટના કુલ 83 ટકા પગાર પાછળ ખર્ચ કરવામાં આવે છે. તો માત્ર 17 ટકા જ આધુનિકીકરણ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. જો કે ડીસેમ્બરના અંત સુધીમાં આધુનિકરણનો હેતુ સિધ્ધ થશે કે કેમ તે શંકાસ્પદ છે. જ્યારે બીજી તરફ અન્ય જગ્યાએ તૈનાત થયેસા સૈનિકોની સ્વદેશ પરત આવવાની શરૂઆત થઈ છે.