ETV Bharat / bharat

TOP NEWS @1 PM : વાંચો બપોરે 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - #GujaratGovernment

રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...

Top news
મુખ્ય સમાચાર
author img

By

Published : May 14, 2020, 1:05 PM IST

આર્થિક પેકેજ પર નાણાં પ્રધાન નિર્મલા સિતારમન ગુરુવારે ફરી પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરશે. નાણાં પ્રધાન આર્થિક પેકેજના બીજા હપ્તાની માહિતી આપશે.

ભરૂચ: કોરોના વાઇરસને અટકાવવા માટે લોકડાઉન 3.0માં પરપ્રાંતીયો પોતાની ધીરજ ગુમાવી બેઠા છે. જેથી રાજ્ય સરકાર દ્વારા પરપ્રાંતીયોને પોતાના વતન મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ આમ છતાં અમુક પરપ્રાંતીયો હજૂ રાજ્યના વિવિધ ભાગમાં ફસાયા છે. આ મજૂરો વતન જવા માટે ઘણી વખત રસ્તામાં પણ ઉતરી આવ્યા છે. ત્યારે જિલ્લાના દહેજમાં વતન જવા માટે અધીરા બનેલા પરપ્રાંતીયોએ ગુરુવારે સવારે હોબાળો મચાવ્યો છે અને જોલવા ગામ પાસે ચક્કાજામ કરી દીધો છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ છે અને પોલીસે પરપ્રાંતીયોને સમજાવવાના પ્રયાસ હાથ ધર્યાં છે.

આગામી 17 તારીખે ત્રીજા તબક્કાનું લોકડાઉન પૂર્ણ થશે અને ચોથા તબક્કાનું નવા નીતિ-નિયમો સાથેનું લોકડાઉન શરૂ થવા જઈ રહ્યું છે. ત્યારે જૂનાગઢ જિલ્લામાં સોમવારથી એસટી બસ શરૂ થઈ શકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.

સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસ મહામારીને લીધે લોકડાઉન લાદવામાં આવ્યું છે અને લોકો જે-તે સ્થળે અટવાયા છે. ત્યારે ભારત સરકાર દ્વારા વંદે ભારત મિશન હેઠળ વિદેશથી પોતાના વતન લોકોને પરત લાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. એવામાં મૂળ મોરબી જિલ્લાના વતની અને ફિલિપાઈન્સમાં રહીને અભ્યાસ કરતા 14 વિદ્યાર્થીઓ પોતાના વતન પરતા ફરતા તેને જોધપર ગામે આવેલી આદર્શ નિવાસી શાળામાં ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.

ફિક્કી લેડીઝ ઓર્ગેનાઇઝેશન FLO અમદાવાદ ચેપ્ટર દ્વારા આજે ગુરુવારે પ્રમુખ હરજીન્દર કૌર તલવારની અધ્યક્ષતામાં પ્રથમ વેબિનાર દરમિયાન સમગ્ર ભારતના 17 ચેપ્ટર માટે આયોજિત 'ચેન્જ ઓફ ગાર્ડ' કાર્યક્રમમાં વર્ષ 2020-21 માટે ઉદ્યોગસાહસિક અને ઉદ્યોગપતિ તરુણા પટેલની ચેરપર્સન પદે નિમણૂક કરાઇ છે.

કોરોના વાઇરસથી દુનિયાભરમાં 29 લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને 44 લાખથી વધુ લોકો તેનાથી સંક્રમિત થયા છે. બધાના મનમાં આ વાઇરસની ઉત્પતિને લઇને અનેક પ્રશ્નો છે. કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ વાઇરસને લઇને કહ્યું કે, આ પ્રાકૃતિક વાઇરસ નથી.

દેશમાં ગત 24 કલાકમાં કોરોના વાઇરસ સંક્રમણના કારણે 134 લોકોનાં મોત થવાથી કુલ મરનારા લોકોની સંખ્યા 2,549 થઇ છે. આ ઉપરાંત સંક્રમણના 3,722 નવા કેસ આવવાથી કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 78,003 થઇ છે.

દુનિયાભરમાં કોરોના વાઇરસથી ફેલાયેલી મહામારીએ લાખો લોકોના જીવ લીધા છે. ગત્ત વર્ષે ડિસેમ્બરમાં સંક્રમણનો પહેલો કેસ સામે આવ્યા બાદ કોરોના સંક્રમણથી 2.92 લાખથી વધુ લોકોના મોત થયા છે. દુનિયાના 180થી વધુ દેશો અને વિસ્તારમાં 44.29 લાખથી વધુ લોકો આ મહામારીની ઝપેટમાં આવ્યા છે.

કેન્દ્રીય તપાસ બ્યુરોએ આ વીડિયો નિરવ વિરુદ્ધ ચાલી રહેલા પ્રત્યાર્પણ કેસની સુનાવણી દરમિયાન બ્રિટેનની એક અદાલતમાં રજૂ કર્યો હતો.

શૂજિત સિરકારની આગામી ફિલ્મ 'ગુલાબો સિતાબો' જેમાં આયુષ્માન ખુરાના અને અમિતાભ બચ્ચન પહેલીવાર સ્ક્રીન શેર કરવા જઇ રહ્યા છે. તો હવે આ ફિલ્મ સીધી ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થશે. બંને સ્ટાર્સ અને નિર્દેશકે આ વાતની પુષ્ટિ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.