ETV Bharat / bharat

સેનિટાઇઝરનો વધુ પડતો ઉપયોગ કરો છો? તો આ રહ્યો નુસખો તમારી સ્કિનને સોફ્ટ રાખવાનો !

વારંવાર હોથ ધોવા અથવા આલ્કોહોલ આધારિત હેન્ડરબથી હાથને વારંવાર સેનિટાઇઝ કરવા એ ઘાતક કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટેનો અને તેનાથી સંક્રમિત થતા બચવાનો એકમાત્ર સર્વોચ્ચ રસ્તો છે.

Tips to keep your skin soft
નુસખો તમારી સ્કિનને સોફ્ટ રાખવાનો
author img

By

Published : Apr 7, 2020, 8:12 PM IST

ન્યૂઝડેસ્ક : કામા આયુર્વેદના ડૉ. શરદ કુલકર્ણીનું કહેવું છે કે, “હાથ ધોવાની આવૃત્તિ વધી ગઇ હોવાથી આ પ્રક્રિયામાં તમારી ત્વચા સુકી પડી જવાની તમને કદાચ ચિંતા હોય. સૌ પ્રથમ નિયમ છેઃ આલ્કોહોલ આધારિત સેનિટાઇઝરનો વધુ પડતો ઉપયોગ અટકાવો. કારણકે તે તમારા હાથ સુષ્ક અને જલહીન કરી શકે છે. તેના બદલે તબીબી માર્ગદર્શિકા મુજબની પદ્ધતિથી તમારા હાથ ધોવા વધુ હિતાવહ છે. તમને જ્યારે પણ એવું લાગે કે તમે ખાંસી, છીંક કે કોઇ અજાણી સામગ્રી કે સપાટીના સંપર્કમાં આવ્યા છો તો તમારે તુરંત જ હાથ ધોઇ લેવા જોઇએ.”

વારંવાર હોથ ધોવા અથવા આલ્કોહોલ આધારિત હેન્ડરબથી હાથને વારંવાર સેનિટાઇઝ કરવા એ ઘાતક કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટેન અને તેનાથી સંક્રમિત થતા બચવાનો એકમાત્ર સર્વોચ્ચ રસ્તો છે.

કામા આયુર્વેદના ડૉ. શરદ કુલકર્ણીનું કહેવું છે કે, “હાથ ધોવાની આવૃત્તિ વધી ગઇ હોવાથી આ પ્રક્રિયામાં તમારી ત્વચા સુકી પડી જવાની તમને કદાચ ચિંતા હોય. સૌ પ્રથમ નિયમ છેઃ આલ્કોહોલ આધારિત સેનિટાઇઝરનો વધુ પડતો ઉપયોગ અટકાવો. કારણકે તે તમારા હાથ સુષ્ક અને જલહીન કરી શકે છે. તેના બદલે તબીબી માર્ગદર્શિકા મુજબની પદ્ધતિથી તમારા હાથ ધોવા વધુ હિતાવહ છે. તમને જ્યારે પણ એવું લાગે કે તમે ખાંસી, છીંક કે કોઇ અજાણી સામગ્રી કે સપાટીના સંપર્કમાં આવ્યા છો તો તમારે તુરંત જ હાથ ધોઇ લેવા જોઇએ.”

તેમણે ઉમેર્યું હતું કે, “જો તમે ઘરની કોઇ એવી વસ્તુ કે જે કદાચ સંક્રમિત થયેલી નથી, તો તેવી વસ્તુને અડ્યા બાદ હળવા અથવા મંદ હેન્ડ વોશનો ઉપયોગ કરો. હાથ ધોયા પછી આલ્કોહોલ વગરના મોઇશ્ચરાઇઝર વડે તમારી ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવાનું ના ભૂલો.”

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “નહાવાના 15 મિનિટ પહેલાં તલ કે નાળિયેરનું તેલ હાથ પર લગાવો. તમે રાત્રે સુતા પહેલાં પણ તમે તમારા હાથ પર ઓલિવ ઓઇલ લગાડી શકો છો. જો સુષ્કતા ગંભીર હોય તો તમે ઓલિવ ઓઇલની સાથે ઘીને મિશ્ર કરીને પણ દરરોજ રાત્રે લગાવી શકો છો.”

સ્કિનેલાના સ્થાપક અને ડિરેક્ટર ડોલી કુમાર સૂચવે છે કે, “તમારી ત્વચાને ભેજયુક્ત રાખવી એ ત્વચા સંભાળનો મૂળભૂત નિયમ છે. આરોગ્ય નિષ્ણાતોએ આપણને સલાહ આપી છે કે કોરોના વાયરસનો ફેલાવો અટકાવવા માટે આપણે સાબુથી વારંવાર હાથ ધોવા જોઇએ. સાબુના ગુણધર્મો વાયરસના ચેપને ફેલાતો અટકાવે છે પરંતુ વારંવાર હાથ ધોવાથી તમારી ત્વચા ખુબ જ સુષ્ક થઇ જાય છે. સુકી ત્વચાને કારણે તમને ખંજવાળ પણ આવે છે અને તમારી ચામડીમાં કરચલીઓ દેખાય છે. આમ થતું અટકાવવા માટે તમે તમારા હાથ ધોઇને સૂકા કર્યા બાદ હાથ પર હંમેશા મોઇશ્ચરાઇઝર લગાવો. આનાથી તમારા હાથ નરમ અને મુલાયમ રહેશે.”

તમે સેલ્ફ-આઇસોલેશન સમયગાળાનો તમારી ત્વચાની સંભાળ માટે પણ ઉપયોગ કરી શકો છો. કેવી રીતે? આવો જોઇએ...

તમારા ચહેરાને અડવાનું ટાળો

આખા દિવસમાં તમારા હાથ અનેક વસ્તુઓની સપાટીના સંપર્કમાં આવે છે. તમારા ચહેરાને વારંવાર અડવાથી તમે તમારા હાથ પર રહેલી અશુદ્ધિઓ અને જીવાણુઓને તમારા ચહેરા પર લાવો છો. આપણા ચહેરાની ત્વચા ખુબ જ સંવેદનશીલ અને નરમ હોવાથી ચહેરા પર ખીલ થતા અટકાવવા કે ખંજવાળ/એલર્જી થતી અટકાવવા માટે ચહેરાની ત્વચાને સાફ રાખવી આવશ્યક છે. તમારા ચહેરાને દિવસમાં બે વખત હળવા ફેસ વોશથી અને સાદા પાણીથી અનેક વખત ધુઓ. ધોયા બાદ ત્વચા સુકાઇ જાય ત્યાર બાદ ત્વચા પર મોઇશ્ચરાઇઝર લગાવવાનું ના ભૂલો !

તમે જાતે ફેસ માસ્ક બનાવો

આપણી પાસે અત્યારે પુષ્કળ ટાઇમ છે અને ઘરની બહાર ન નીકળી શકવાને કારણે આપણે કંટાળી પણ ગયા છીએ. પોતાની જાતે ફેસ માસ્ક બનાવવાનો આ શ્રેષ્ઠ સમય છે. તમે કુદરતી સામગ્રીઓનો ઉપયોગ કરીને સરળતાથી કેટલાક ફેસ માસ્ક જાતે બનાવી શકો છો. દાખલા તરીકે, તમે એલોવેરાના રસ, મધ અને હળદર પાવડરને મિશ્ર કરી ફેસ માસ્ક બનાવી શકો છો. આ ફેસ માસ્કને તમારા ચહેરા પર લગાવો અને તેને 15 મિનિટ સુધી રાખો. 15 મિનિટ બાદ આ માસ્કને ધુઓ. હવે જુઓ તમારી ત્વચા કેવી તરોતાઝા દેખાય છે !!

હાઇડ્રેશન અને કસરત જરૂરી છે

તમારા શરીરમાંથી ઝેરી તત્વો દૂર થવા જરૂરી છે અને હાઇડ્રેશન અને કસરત એ તેમ કરવા માટેનો શ્રેષ્ઠ રસ્તો છે. હાલ શહેરના તમામ જિમ બંધ છે ત્યારે તમે ઘરમાં ફિટનેસ સાધનોનો ઉપયોગ કર્યા વગર નાના મોટા કામ કરીને તમારી જાતને સક્રિય રાખી શકો છો. તમારા ધાબા પર 20-30 મિનિટ સુધી ચાલવાથી પણ તમને તાજગીનો અહેસાસ થશે. આખો દિવસ પાણી અને ફળોનો રસ પીઓ અને હાઇડ્રેટેડ રહો. તંદુરસ્ત આદતો વિકસાવવી મહત્વનું છે માટે કોઇ પણ જંક ફૂડ લેવાનું ટાળો અને સંતુલિત આહાર લો !

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.