- કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યા પ્રહાર
- વડાપ્રધાનના કારણે દેશ આજે આર્થિક તંગીમાંઃ રાહુલ ગાંધી
- ઈતિહાસમાં પહેલી વાર દેશ આર્થિક તંગીનો કરી રહ્યો છે સામનો
નવી દિલ્હીઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વર્તમાન નાણાંકીય વર્ષના બીજા ક્વાર્ટર દરમિયાન જીડીપીમાં થયેલા ઘટાડા સંબંધના અનુમાનને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઊઠાવેલા તમામ પગલાંના કારણે દેશ આજે પહેલી વખત તંગીનો સામનો કરી રહ્યો છે.
રાહુલ ગાંધીએ ટ્વિટ કરી વડાપ્રધાન પર કર્યા પ્રહાર
રાહુલ ગાંધીએ એક સમાચારનો ઉલ્લેખ કરતા ટ્વિટ કર્યું હતું કે, ભારત ઈતિહાસમાં પહેલી વખત આર્થિક તંગી તરફ ધકેલાઈ ગયો છે. મોદીજી તરફથી ઊઠાવવામાં આવેલા પગલાંના કારણે ભારતની તાકાત આજે કમજોરી બની ગઈ છે. કોંગ્રેસ નેતાએ જે સમાચારનો ઉલ્લેખ કર્યો છે તે અનુસાર, ભારતીય રિઝર્વ બેન્કનું અનુમાન છે કે, નાણાકીય વર્ષ 2020-21ના બીજા ક્વાર્ટરમાં જીડીપી 8.6 ટકા સંકોચાઈ જશે.