- બિહાર વિધાનસભાની ચૂંટણીની સભામાં આતંકી હુમલાની આશંકા
- VIP સભા દરમિયાન નક્સલવાદી હુમલાની ચેતવણી
- વડાપ્રધાન સહિત મહાનુભાવોની રેલીમાં આતંકી હુમલાની આશંકા
- બિહાર વિધાનસભાની ચૂંટણીને હાઇ એલર્ટ
પટણા: બિહાર વિધાનસભાની ચૂંટણીને લઈને પોલીસ વડામથકે હાઇ એલર્ટ જારી કર્યું છે. તમામ જિલ્લાના SP, તમામ રેન્જના DIG અને IGને સતર્ક રહેવા જણાવાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચૂંટણી સભાને લઈને નક્સલી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
વડાપ્રધાન ત્રણ ચૂંટણી સભાઓને સંબોધન કરશે
23 ઓક્ટોબરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી બિહાર વિધાનસભાની ચૂંટણી માટે ત્રણ સભાઓને સંબોધન કરશે. આ સંદર્ભમાં, વડાપ્રધાન મોદી લગભગ 8 કલાક બિહારમાં રહેશે. વડા પ્રધાન ભાગલપુર, ગયા અને સાસારામમાં ચૂંટણી સભાને સંબોધન કરશે. આ દરમિયાન એજન્સીઓને પોલીસ હેડક્વાર્ટર ખાતે આતંકવાદી સંગઠનો અને નક્સલવાદી હુમલો અંગે માહિતી મળી છે. આ અંગે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
VIP સભામાં નકસલી હુમલાને લઇ અલર્ટ
પોલીસ વડામથક પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં સભા સંબોધિત કરશે. તેમની સભા દરમિયાન આતંકવાદી હુમલો થઈ શકે છે.
યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ, બિહારના મુખ્યપ્રધાન નીતીશ કુમાર વિપક્ષના નેતા તેજસ્વી યાદવ, નાયબ મુખ્ય પ્રધાન સુશીલ કુમાર મોદી સહિતના તમામ VIP ચૂંટણી સ્ટાર પ્રચારકોની સભા યોજાવાની છે. પોલીસ મુખ્યાલયને ઇન્પુટ મળ્યા છે કે, VIP સભા દરમિયાન નક્સલવાદી હુમલો થઈ શકે છે.
સુરક્ષા માટે તમામ તૈયારીઓ શરૂ કરાઇ
વડાપ્રધાનની સુરક્ષા માટે તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સ્થળ અને હેલિપેડની સુરક્ષા માટે IPS અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. ભાગલપુરમાં વડા પ્રધાનની સભાની તૈયારીની સમીક્ષા કરવા માટે IPS પંકજ રાજને નિયુક્ત કરવામાં આવ્યા છે, ગયામાં IPS સંજયકુમાર સિંહ અને સાસારામમાં IPS આદિત્ય રાજની નિયુક્તી કરવામાં આવી છે.
કુખ્યાત અપરાધીઓ પર પોલીસની ચાપતી નજર
બિહાર વિધાનસભાની ચૂંટણીઓ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવા માટે, પોલીસ વડામથકે તેની તૈયારી કરી રાખી છે. 15 કુખ્યાત ગુનેગારોને પટણાની બેઉર જેલથી બીજી જેલમાં ખસેડવામાં આવ્યા છે. આ સાથે જ જામીન પર છૂટી ગયેલા 250 અપરાધીઓ પર CCA પણ લગાવામાં આવ્યો છે.