ETV Bharat / bharat

આજે વિકાસ દુબે અને સાથીઓના એન્કાઉન્ટરની તપાસ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી - હિસ્ટ્રીશીટર વિકાસ દુબે

સુપ્રીમ કોર્ટ હિસ્ટ્રીશીટર વિકાસ દુબે અને તેના સાગરિતોના એન્કાઉન્ટરની તપાસ હવે સીબીઆઈ પાસે કરાવવાની માંગની અરજી પર આજે સુનાવણી થશે. સીજેઆઈ એસએ બોબડે આ અરજી પર સુનાવણી કરશે.

Vikas Dubey
Vikas Dubey
author img

By

Published : Jul 14, 2020, 10:19 AM IST

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટ હિસ્ટ્રીશીટર વિકાસ દુબે અને તેના સાગરિતોના એન્કાઉન્ટરની તપાસ હવે સીબીઆઈ પાસે કરાવવાની માંગની અરજી પર આજે સુનાવણી થશે. સીજેઆઈ એસએ બોબડે આ અરજી પર સુનાવણી કરશે. તમને જણાવી દઈએ કે, વિકાસ દુબેનું અને તેના 5 સાથીઓનું પોલીસ સાથે અથડામણમાં મોત થયું હતું.

આ અંગે અલ્હાબાદ હાઈકોર્ટેની લખનઉ બેંચે હિસ્ટ્રીશીટર વિકાસ દુબે પોલીસ એન્કાઉન્ટરની તપાસ માટે ન્યાયિક આયોગની સ્થાપના કરવાની અરજીને ફગાવી દીધી છે. કાનપુર કાંડમાં 8 પોલીસનો હત્યારા વિકાસ દુબેનું પોલીસ સાથેની અથડામણમાં એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. આ અંગે પોલીસે સત્તાવાર જાહેર કર્યું હતું કે વિકાસ દુબેએ પિસ્તોલ લઈને ભાગવાની કોશિશ કરી હતી. જેથી 15-20 મિનિટની અથડામણ બાદ ક્રોસ ફાયરિંગમાં વિકાસ દુબેનું મોત થયું હતું.

ઉત્તર પ્રદેશ સરકારે ગેંગસ્ટર વિકાસ દુબે કેસમાં તપાસ માટે કમિશનની રચના કરી છે. આ કમિશન એન્કાઉન્ટરની ઘટનાની તપાસ કરશે. નિવૃત્ત ન્યાયાધીશ એસ.કે. અગ્રવાલ આ કમિશનનો એક ભાગ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.