ETV Bharat / bharat

ભવ્યાતિભવ્ય રામ મંદિરનું બાંધકામ કેવું હશે ? વાંચો અહેવાલ

5 ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રામ મંદિરનું ભૂમિ પૂજન કરવામાં આવશે. ભૂમિ પૂજન સવારે 11થી બપોરે 1:30ની વચ્ચે અભિજાત મૂહુર્તમાં કરવામાં આવશે. જ્યારે રામ મંદિર બનવાનું ચાલુ થશે, ત્યારે એક અનુમાન મુજબ 3.5 વર્ષમાં મંદિરનું બાંધકામ પૂર્ણ થઈ જશે. આ રામ મંદિર વિશ્વમાં હિન્દુઓનું સૌથી મોટું મંદિર હશે.

structure-of-ram-temple
ભવ્યાતિભવ્ય રામ મંદિરનું બાંધકામ કેવું હશે ? વાંચો અહેવાલ
author img

By

Published : Aug 3, 2020, 9:54 PM IST

અયોધ્યાઃ 5 ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રામ મંદિરનું ભૂમિ પૂજન કરવામાં આવશે. ભૂમિ પૂજન સવારે 11થી બપોરે 1-30ની વચ્ચે અભિજાત મૂહુર્તમાં કરવામાં આવશે. જ્યારે રામ મંદિર બનવાનું ચાલુ થશે, ત્યારે એક અનુમાન મુજબ 3.5 વર્ષમાં મંદિરનું બાંધકામ પૂર્ણ થઈ જશે. આ રામ મંદિર વિશ્વમાં હિન્દુઓનું સૌથી મોટું મંદિર હશે.

ભૂમિ પૂજન શું હોય છે ?

બાંધકામ કરતાં પહેલાં કે ખેતીની પ્રક્રિયા કરતાં પહેલા ભૂમિ પૂજન કરવામાં આવે છે. હિન્દુઓમાં ભૂમિનું મહત્વ રહેલું છે. કોઈ પણ બાંધકામ પહેલા ભૂમિના આશીર્વાદ લેવા માટે ભૂમિ પૂજન કરવામાં આવે છે.

મંદિરની રચના

  • મંદિરનો પાયો 15 ફૂટ ઉંડો હશે. મંદિરને 8 સ્તર હશે, દરેક સ્તર 2 ફૂટનું હશે.
  • રામ મંદિરની ઉંચાઈ 161 ફૂટ હશે અને 5 ગુંબજ હશે. મંદિર 140 ફૂટ પહોળું હશે.
  • આ મંદિર 69 એકરમાં બનશે. આ એવું પહેલું મંદિર હશે જેને 5 ગુંબજ હશે.
  • આ મંદિર 3 માળનું હશે. જેમાં 318, 106 પિલર હશે.
  • આ પિલર હિન્દુ માન્યતાઓ પ્રમાણે બનાવવામાં આવશે.
  • સંતોની સલાહ મુજબ ભગવાન હનુમાન અને ભગવાન કૃષ્ણની મૂર્તિને પ્રસ્થાપિત કરવામાં આવશે.
  • મંદિરમાં ઘણી જગ્યાઓ આપવામાં આવશે જ્યાં ભક્તો બેસીને પૂજા કરી શકે.
  • મંદિરની રચના પ્રદક્ષિણાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે.
  • મંદિરમાં 5 દ્વાર હશે. સિંહ દ્વાર, નૃત્ય મંડપ, રંગ મંડપ, પૂજા રુમ અને સૌથી મહત્વનું ગર્ભ ગૃહ.
  • રામ ભગવાનની મૂર્તિને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જ રાખવામાં આવશે.

મંદિર માટે ઇંટો, રેતી અને માટી

  • મંદિરનો પાયો નાખવા માટે ગયા ધામની 40 કિલો ચાંદીની ઇંટ અને ફાલ્ગુ નદીની રેતીનો ઉપયોગ કરવામાં આવશે.
  • 'ભૂમિપૂજન' સમારોહ દરમિયાન પાંચ ચાંદીની ઇંટો પણ ગોઠવવામાં આવશે. માનવામાં આવે છે કે પાંચ ઇંટો હિન્દુ પૌરાણિક કથા અનુસાર પાંચ ગ્રહોનું પ્રતીક છે.
  • સંગમમાંથી માટી અને પાણી - ગંગા, યમુના અને પૌરાણિક સરસ્વતીના સંગમ - 'ભૂમિપૂજન' માટે અયોધ્યા લઈ જવામાં આવશે.
  • રાષ્ટ્રીય રાજધાનીના 11 પવિત્ર સ્થળો, જેમાં મંદિરો અને ગુરુદ્વારોનો સમાવેશ થાય છે, ત્યાંથી પણ માટી અને રેતીનો ઉપયોગ કરવામાં આવશે.

રામ મંદિર સંકુલ

  • રામ મંદિર 10 એકરમાં બનાવવામાં આવશે અને બાકી 57 એકરમાં રામ મંદિર સંકુલ તરીકે વિકાસ કરવામાં આવશે.
  • મંદિર સંકુલમાં 27 નક્ષત્રનાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. 'નક્ષત્ર વાટિકા' બનાવવાનો હેતુ એ છે કે, લોકો તેમના જન્મદિવસ પર તેમના નક્ષત્ર અનુસાર ઝાડની નીચે બેસીને મંદિર સંકુલમાં ભગવાનની પ્રાર્થના કરી શકે.
  • કોંક્રિટ અને મોરંગ (એક બાંધકામ સામગ્રી)નો ઉપયોગ રામ મંદિરના પાયાને તૈયાર કરવા માટે થશે.
  • મંદિરના નિર્માણમાં લોખંડનો ઉપયોગ કરવામાં આવશે નહીં. વાલ્મિકી રામાયણમાં ઉલ્લેખિત વૃક્ષો પણ રામ મંદિર સંકુલમાં લગાવવામાં આવશે અને વાલ્મિકી રામાયણના નામ પરથી આખા વિસ્તારનું નામ રાખવામાં આવશે.
  • રામ મંદિરના પ્રાંગણમાં 'રામકથા કુંજ પાર્ક' પણ બનાવવામાં આવશે, જે ભગવાન રામના જીવન અને વિવિધ પાસાઓ પર આધારિત હશે.
  • રામ મંદિર સંકુલમાં ખોદકામ દરમિયાન મળી આવેલા અવશેષોનું સંગ્રહાલય પણ બનાવવામાં આવશે. રામ મંદિર સંકુલમાં ગૌશલા, ધર્મશાળા અને અન્ય કેટલાક મંદિરો જેવા અન્ય બાંધકામો પણ બનાવવામાં આવશે.
  • ભૂમિ પૂજન માટે તાંબાની તખ્તી તૈયાર કરવામાં આવી રહી છે. જેમાં સંસ્કૃત ભાષામાં રામ મંદિર વિશે મહત્વની જાણકારી આપવામાં આવશે.
  • તાંબાની તખ્તી પર મંદિરના નામ, સ્થાન, નક્ષત્ર, સમય લખવામાં આવશે. જે મંદિરના પાયામાં નાખવામાં આવશે.

મંદિરનું આર્કિટેક્ટ

પ્રોજેક્ટના ચીફ આર્કિટેક્ટ ચંદ્રકાંત સોમપુરાના પુત્ર આર્કિટેક્ટ નિખિલ સોમપુરા અને આશિષ સોમપુરાએ મંદિરની મોડિફાઈડ કરેલી ડિઝાઇન તૈયાર કરી છે.

નોંધનીય છે કે, મંદિરના નિર્માણની અંદાજિત કિંમત 300 કરોડ રૂપિયા છે. જ્યારે મંદિર પરિસરની આજુબાજુ 20 એકર જમીનના વિકાસ માટે 1000 કરોડ રૂપિયાની જરૂર પડશે.

ગયા વર્ષે, સર્વસંમતિથી 5-0ના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે, તોડી પાડવામાં આવેલી બાબરી મસ્જિદની વિવાદિત જમીન કેન્દ્ર સરકારના પ્રાપ્તકર્તા પાસે રહેશે અને મંદિર બાંધકામ માટે 3 મહિનાની અંદર ટ્રસ્ટને જમીને સોંપવામાં આવશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.