ETV Bharat / bharat

પ્રદૂષણમાં સતત વધારાને લીધે ડૉક્ટરોએ સોનિયા ગાંધીને દિલ્હીથી બહાર રહેવા જવાની આપી સલાહ - સોનિયા ગાંધી દિલ્હીથી બહાર રહેશે

દિલ્હીમાં સતત વધી રહેલા વાયુ પ્રદૂષણને કારણે સોનિયા ગાંધીને છાતીમાં ઇન્ફેક્શન વધી જવાનું જોખમ ઉભુ થતાં ડૉક્ટરોએ તેમને થોડા સમય માટે દિલ્હીની બહાર રહેવા જવાની સલાહ આપી છે.

પ્રદૂષણમાં સતત વધારાને લીધે ડોક્ટરોએ સોનિયા ગાંધીને દિલ્હીથી બહાર રહેવા જવાની આપી સલાહ

author img

By

Published : Nov 20, 2020, 2:20 PM IST

  • દિલ્હીના પ્રદૂષણથી સોનિયા ગાંધીને જોખમ
  • ડૉક્ટરોએ થોડો સમય દિલ્હીથી દૂર રહેવા જવાની આપી સલાહ
  • શુક્રવારે પ્રિયંકા અને રાહુલ સાથે નીકળે તેવી શક્યતા

નવી દિલ્હીઃ સોનિયા ગાંધી શુક્રવારે પ્રિયંકા ગાંધી વાડ્રા અને રાહુલ ગાંધી સાથે દિલ્હીની બહાર જાય તેવી શક્યતાઓ છે. રાજધાનીમાં સતત વધી રહેલું વાયુ પ્રદૂષણ તેમના સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થાય તેવી ડૉક્ટરો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. ગત્ત ઑગસ્ટ મહિનામાં હોસ્પિટલમાંથી રજા મળી ગયા બાદ તેઓ દવાઓનું સેવન કરી રહ્યા છે.

દિલ્હીના ખરાબ હવામાનમાં છાતીનું ઇન્ફેક્શન વકરે તેવી ચિંતા ડૉક્ટરોએ વ્યક્ત કરી

સોનિયા ગાંધી છેલ્લા ઘણા વર્ષોથી અસ્થમાથી પીડાઈ રહ્યા છે. દિલ્હીનું ખરાબ હવામાન અને વાયુ પ્રદૂષણને લીધે તેમનું સ્વાસ્થ્ય વધુ કથળી રહ્યું હોવાથી ડૉક્ટરોએ હવામાન સુધરે નહીં ત્યાં સુધી દિલ્હીથી બહાર રહેવા જવાની સલાહ આપી છે. આ એ સમયે થઈ રહ્યું છે, જ્યારે બિહાર ચૂંટણીઓમાં કારમી હાર બાદ કોંગ્રેસના નેતાઓ આત્મ નિરીક્ષણની માગ કરી રહ્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.