ETV Bharat / bharat

ફેસબુક વિવાદ: રાજકીય પક્ષો કેમ બની રહ્યાં છે મહત્વનો મુદ્દો?

સોશિયલ મીડિયાને લઇને કોંગ્રેસ અને ભાજપ વચ્ચે એકબીજા સામે આક્ષેપો ચાલુ છે. કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર ફેસબુકને નિયંત્રિત કરવાનો આરોપ લગાવ્યો છે. તેવામાં સરકાર અને ભાજપ બંને એકબીજાના બચાવમાં લાગેલા છે, ત્યારે તે જાણવું પણ જરૂરી છે કે, સોશિયલ મીડિયા પર આખરે લડાઇ કેમ શરૂ થઇ હતી. તેમજ કયા નેતાના કેટલા ફોલોઅર્સ છે.

social media fight
સોશિયલ મીડિયા વિવાદ: પક્ષો વચ્ચે કેમ બની રહ્યો મહત્વનો મુદ્દો
author img

By

Published : Aug 19, 2020, 9:06 AM IST

નવી દિલ્હી: વર્ષ 2014 પહેલાં બધાં રાજનીતિક પાર્ટીઓ માટે લોકો સાથે વાતચીતનું માધ્યમ માત્ર રાજકીય રેલી અથવા તો ઘરે ઘરે જઇને મતદાતાઓને મળવું અથવા જાહેર કાર્યક્રમો અને શિલાન્યાસ અને ઉદ્ઘાટન કાર્યક્રમો તરીકે થતો હતો, પરંતુ 2014ના લોકસભા ચૂંટણીમાં ભાજપાએ નરેન્દ્ર મોદીને પ્રચાર સમિતિના અધ્યક્ષ બનાવ્યા હતાં, ત્યારબાદ ભાજપે રાજકારણમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ શરૂ કર્યો હતો.

ભાજપાએ આઇટી સેલ દ્વારા પ્રચાર માધ્યમોમાં કાંતિકારી પરિવર્તન લાવીને બીજી પાર્ટીઓેને સોશિયલ મીડિયામાં પાછળ છોડી દીધી અને ભાજપ જંગી મતે વિજય મેળવીને સત્તા પર આવ્યું. આ પછી જ તમામ પક્ષોએ તેમની ભાગીદારી અને સોશિયલ મીડિયામાં વધુને વધુ પ્રચાર માટે હરીફાઈ શરૂ કરી હતી. ભારતમાં ફેસબુકના સૌથી વધુ 29 કરોડ યૂઝર્સ છે. અમેરિકામાં 19 કરોડ, ઇન્ડોન્શિયામાં 14 કરોડ, બ્રાઝિલમાં 13 કરોડ અને મેક્સિકોમાં 8.9 કરોડ યૂઝર્સ છે. ભારતમાં ફેસબુકના યૂઝર્સ સૌથી વધુ છે. આ કારણે ફેસબુકનું બિઝનેસ મોટાભાગે ભારતીય યૂઝર્સના સહારે છે.

ફેસબુક પર સૌથી વધુ લોકપ્રિય નેતા કોણ છે?

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફેસબુક પર ફોલોઅર્સમાં સૌથી આગળ છે. તેમના 4.5 કરોડથી વધુ ફોલોઅર્સ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે 2.8 કરોડ છે. ભારતીય નેતાઓની વાત કરીએ તો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 4.62 કરોડ છે. રાહુલ ગાંધીના 37.5 લાખ ફોલોવર્સ છે. અહીં પણ નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી વચ્ચે એક મોટો તફાવત છે. જેને લઈને ભાજપ હંમેશા રાહુલ ગાંધીની લોકપ્રિયતા પર સવાલ ઉભો કરે છે.

હવે સવાલ ઉભો થાય છે કે, શું વિપક્ષ આ અંતરને કારણે પરેશાન છે અને ફેસબુકને નિશાન બનાવી રહ્યો છે? કોંગ્રેસ ફેસબુક પર સવાલો ઉભા કરીને ભાજપના નેતાઓની લોકપ્રિયતા પર સવાલ ઉઠાવવાનો પ્રયાસ કરી રહી છે, ત્યારે લોકોના મનમાં એક સવાલ છોડવામાં તે ખૂબ જ સફળ લાગી રહેલી દેખાય છે અને તેથી જ સરકાર અને ભાજપાએ તેની પર જવાબ આપવો પડી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.