નવી દિલ્હી: નોર્થ-ઈસ્ટ જિલ્લામાં થયેલી હિંસાની તપાસ માટે 2 SITની રચના કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચના DCP જોય ટિર્કી અને DCP રાજેશ દેવના નૈતૃત્વમાં 2 SITની રચના કરવામાં આવી છે.
48 FIR દાખલ, 2 SIT કરશે તપાસ
ઉત્તર-પૂર્વ દિલ્હીના વિવિધ વિસ્તારોમાં થયેલી હિંસાના કેસમાં હવે 48 FIR દાખલ થઇ છે. આ તમામ કેસની તપાસ દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. પોલીસ કમિશ્નર તરફથી આ તપાસ માટે 2 SITની રચના કરવામાં આવી છે. જે બન્નેનું નૈતૃત્વ DCP દ્વારા કરવામાં આવશે. અત્યારસુધી 106 લોકોની લોકલ પોલીસે ધરપકડ કરી છે.
મળતી માહિતી મુજબ, સોમવાર અને મંગળવારે ઉત્તર પૂર્વ દિલ્હીના વિવિધ વિસ્તારોમાં હિંસાની ઘટના બની હતી. આ ઘટના ગોકલપુરી, દયાલપુર, કરાવલ નગર, કર્દમપુરી, બ્રહ્મપુરી, મૌજપુર, જાફરાબાદ, ચાંદ બાગ વગેરે વિસ્તારમાં થઇ છે. આ હિંસામાં અત્યારસુધી 38 લોકોના મોત થયા છે. જ્યારે 200થી વધુ ઈજાગ્રસ્ત થયા છે.
દિલ્હી પોલીસના પ્રવક્તા મંદીપ સિંહ રંઘાવા અનુસાર, અત્યારસુઘી હિંસાને લઇને વિવિધ પોલીસ સ્ટેશનમાં કુલ 48 FIR દાખલ કરવામાં આવી છે. બીજી બાજૂ જે પ્રકારે કેસ સામે આવી રહ્યા છે, તેને જોતા લાગી રહ્યું છે કે હજૂ FIRમાં વધારો થઇ શકે છે. આ તમામ કેસની તપાસ માટે ક્રાઈમ બ્રાન્ચના એડિશનલ કમિશ્નર બી.કે. સિંહની દેખરેખમાં 2 SITની ચરના કરવામાં આવી છે. જેનું નૈતૃત્વ DCP કરશે.