મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની કવાયત ચાલુ છે. સરકાર બનાવવા મુદ્દે આજે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP) નેતા શરદ કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી.
મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા વિજય વડેટ્ટીવારે કહ્યું, 'કોંગ્રેસ અને એનસીપી ચૂંટણી પહેલા જ સાથે હતા. બંને પક્ષો જે કરશે તે સાથે મળીને કરશે. હાલમાં મહારાષ્ટ્રની જે પણ પરિસ્થિતિ છે. તેના માટે ભારતીય જનતા પાર્ટી જવાબદાર છે. જો તેઓએ શિવસેના સાથે પૂર્વ ચૂંટણી ગઠબંધન કર્યુ હતું તો સરકાર બનાવવી જોઈતી હતી.
જો કે, શરદ પવારે કહ્યું હતું કે, ભાજપ અને શિવસેના સાથે મળીને લડે. આ બંને પાર્ટીએ પોતાનો રસ્તો પસંદ કરવો પડશે અને અમે અમારી રાજનીતિ કરીશું.