ભોપાલ: પૂર્વ કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. તેઓ આજે સાંજે ભોપાલમાં પહોંચ્યા હતા. ત્યારે પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યોતિરાદિત્ય સિંધિયાએ એરપોર્ટથી નીકળ્યા બાદ રોડ શો કર્યો હતો. આ દરમિયાન હજારોની સંખ્યામાં લોકો તેમનું સ્વાગત કરવા પહોંચ્યા હતા. સિંધિયાએ લોકોને સંબોધન કરતા કહ્યું કે, હું ભાગ્યશાળી છું કે ભાજપે મારા માટે દરવાજો ખુલ્લો રાખ્યો છે.
ત્યારે જ્યોતિરાદિત્યે કહ્યું કે મારા માટે આજનો દિવસ ખુબ જ ભાવનાત્મક છે.જે સંગઠમાં અને જે પરિવારમાં મેં 20 વર્ષ કાઢ્યા,જેમના માટે મેં મેહનત કરી,મારા સંકલ્પ જેમના માટે ખર્ચ કર્યા તેમને મુકીને હું આજે તમારી સાથે જોડાયો છું.
તેમણે વધુમાં કહ્યું કે, અમુક લોકોનો લક્ષ્ય રાજકરણ હોય છે, માધ્યમ જનસેવા હોય છે. જોકે હું કહી શકું છું કે, અટલ બિહારીજી, નરેન્દ્ર મોદીજી, રાજમાતા હોય અમારૂ લક્ષ્ય જનસેવા કરવાનું છે. જ્યોતિરાદિત્યે કહ્યું કે પક્ષ અને વિપક્ષમાં ક્યારે પણ મતભેદ ન થુંવો જોઇએ. શિવરાજ સિંહ હમેશાં જનતા માટે સમર્પિત રહ્યા છે.