બેતુલઃ દેશમાં કોરોના વાઇરસની દહેશત વચ્ચે પોલીસે ઇમાનદારી અને દયાની ભાવના અપનાવી છેવાડાના ગામડાં સુધી ચીજવસ્તુઓ પહોંચાડી રહી છે. પોલીસના જવાનો લોકોને જાહેરમાં ન નીકળવા અને ખોરાકની જરૂરીયાત પુરી પાડવામાં મદદ કરી રહી છે. મધ્યપ્રદેશના બેતુલ જિલ્લાના આદિવાસી ગામડાંઓમાં પોલીસ 1800 ફુટ ચાલીને જીવન-જરૂરિયાત સામગ્રી પહોંચાડી છે.
ખીણ વાળા આદિવાસી વિસ્તારોમાં પોલીસે 1800 ફુટ ડુંગર પર ચડી લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ પહોંડ્યો હતો. આ પોલીસ જવાનોની વન વિભાગની સહાયથી આદિવાસી લોકોને રાશન પહોંચાડી રહી છે.
મહત્વનું છે કે, 21 દિવસના લોકડાઉનની સ્થિતિ વચ્ચે આદિવાસીને રાશનની મુશ્કેલી પડી રહી છે. જો કે, પ્રશાસનને સહાય પહોંચડવાની વાત કરીશ, ત્યારબાદ પોલીસ વિભાગ અને વન વિભાગ ગ્રામીણો લોકોને 100 કિલો આટો, 50 કિલો ચોખા, 50 કિલો દાળ, 20 કિલો તેલ અને અન્ય સામગ્રી આપવામાં આવી છે. આવા સમયમાં પોલીસે ગ્રામીણોને ખાતરી આપી હતી કે, સમય-સમયે સહાય મળતી રહેશે. જોકે, સ્થાનિક લોકોએ પોલીસ અને વહીવટીય તંત્રનો આભાર માન્યો હતો.