નવી દિલ્હી : રિયા ચક્રવર્તીના CA રિતેશ શાહની સોમવારે ED પુછપરછ કરશે. રિયા ચક્રવર્તીના CA રિતેશ શાહને ED દ્વારા તપાસ માટે સમન્સ મોકલવામાં આવ્યું છે. સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે મની લોન્ડરિંગ કેસની તપાસ કરી રહેલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED ) ને તેની બોલિવૂડના દિવંગત અભિનેતાના ખાતામાંથી તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીના બેન્ક ખાતામાં કોઈ મોટો વ્યવહાર નથી થયો.
તપાસ સાથે જોડાયેલી EDના સૂત્ર મુજબ,એજન્સીને મળ્યું કે, સુશાંતના એકાઉન્ટમાંથી 15 કરોડ રૂપિયાનો વ્યવહાર કરવામાં આવ્યો હતો. આ આરોપ અભિનેતાના પિતા કે.કે.સિંહ દ્વારા લગાવવામાં આવ્યો હતો કે, સુશાંતના બેન્ક એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
સૂત્રએ એમ પણ કહ્યું કે, એજન્સી સુશાંત ઉપરાંત તેના ડેબિટ કાર્ડ, ઇન્ટરનેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ અને અન્ય નાણાકીય વ્યવહારોનો ઉપયોગ કોણ કરી રહ્યું હતું તે પણ શોધવાની કોશિશ કરશે.તેમણે કહ્યું કે, અમે સુશાંતના ખાતાથી બીજા ખાતાઓમાં પૈસાના વ્યવહાર અને તેના ક્યા હેતુથી ઉપયોગ કરવામાં આવ્યો તે શોધી રહ્યા છે.
એજન્સીએ કહ્યું કે, સુશાંતના બેન્ક ખાતા દ્વારા ચૂકવણીની રીતનો અભ્યાસ કરવા માટે તમામ બેન્કિંગ ટ્રાન્ઝેક્શનની વિગતો એકઠી કરવામાં આવી રહી છે. સુત્રોએ એમ પણ કહ્યું કે, 15 કરોડ રૂપિયામાંથી રૂપિયા 2.7 કરોડ અભિનેતા દ્વારા વેરા તરીકે ચૂકવવામાં આવ્યા હતા.