ETV Bharat / bharat

પૂર્વ નૌસેનાના અધિકારી પર હુમલાની ઘટનાઃ તમામ 6 આરોપીને જામીન મળ્યા

author img

By

Published : Sep 12, 2020, 2:14 PM IST

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેનો ફોટો શેર કર્યા પછી નૌસેનાના 62 વર્ષિય નિવૃત્ત અધિકારી સાથે સંકળાયેલા મારામારીના કેસમાં શુક્રવારે પોલીસે 6 લોકોની ધરપકડ કરી હતી. તમામ આરોપીઓને શનિવારે જામીન પર છોડી દેવામાં આવ્યા હતા.

etv bharat
મુંબઇ: પૂર્વ નૌસેનાના અધિકારી સાથે મારામાર કરવાનો મામલો, આરોપીને મળ્યા જામીન

મુંબઇ: મહારાષ્ટ્રના મુખ્યનપ્રધાન ઉદ્ધવ ઠાકરેના ફોટાને વ્હોટ્સએપ પર શેર કરવા માટે નૌસેનાના પૂર્વ અધિકારી સાથે મારામારી કરનારા 6 આરોપીઓને જામની મળી ગયા છે. કમલેશ કદમ સહિત તમામ આરોપીઓને છોડી દેવામાં આવ્યા છે.

શુક્રવારે 62 વર્ષિય નિવૃત્ત નૌસેના અધિકારી પર શિવસેનાના કથિત કાર્યકરોએ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેનો ફોટો વોટ્સએપ પર શેર કરવા બદલ હુમલો કર્યો હતો. મારપીટનો વીડિયો વાઇરલ થયા પછી પોલીસે આ મામલે 6 લોકોની ધરપકડ કરી હતી.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ ઘટના શુક્રવારે સવારે 11.30 વાગ્યે મુંબઇના પરા કાંદિવલીના લોખંડવાલા કોમ્પ્લેક્સ વિસ્તારમાં બની હતી.

તેમણે કહ્યું કે, 'નિવૃત્ત નૌસેના ઓફિસર મદન શર્માએ ઠાકરેનો ફોટો એક વોટ્સએપ ગ્રુપમાં મોકલ્યો હતો. શિવસેનાના કેટલાક કાર્યકરો તેમના ઘરે ગયા અને તેમને માર માર્યો હતો. શર્માને આંખમાં ઈજા થઈ હતી અને તેમને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

અધિકારીએ જણાવ્યું હતું કે, ભારતીય દંડ સંહિતાની કલમ 352 અને તોફાનોને લગતી જોગવાઈ હેઠળ છ લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ મામલામાં મોડી સાંજે કમલેશ કદમ અને અન્ય ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ સિવાય અન્ય બે લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. આ અંગે તપાસ ચાલુ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.