ETV Bharat / bharat

રિલાયન્સને KKRના એક એકમથી રૂ. 5500 કરોડ મળ્યા - રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે શેર બજારને કહ્યું, રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડને એલિસિયમ એશિયા હોલ્ડિંગ્સ (KKRના એક એકમ)થી રૂ. 5500 કરોડ પ્રાપ્ત થયા છે અને આના બદલામાં KKRને 81,348,479 ઈક્વિટી શેર ફાળવવામાં આવ્યા છે.

રિલાયન્સે કેકેઆરના એક એકમથી રૂ. 5500 કરોડ મળ્યા

author img

By

Published : Oct 15, 2020, 3:43 PM IST

નવી દિલ્હીઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે (આરઆઈએલ) ગુરુવારે કહ્યું કે, તેમને વૈશ્વિક રોકાણ પેઢી KKRથી તેની ખુદરા શાખામાં રોકાણ કરવા માટે રૂ. 5500 કરોડ પ્રાપ્ત થયા છે. આનાથી પહેલા આરઆઈએલે 23 સપ્ટેમ્બરે ઘોષણા કરી હતી કે, KKR તેની સહયોગી કંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (આરઆરવીએલ)માં 1.28 ટકા ઈક્વિટી ભાગીદારી ખરીદવા માટે રોકાણ કરશે.

કંપનીએ શેરબજારને કહ્યું, રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડને એલિસિયમ એશિયા હોલ્ડિંગ્સ (KKRનું એક એકમ)થી રૂ. 5500 કરોડ મળ્યા છે અને આની પહેલા KKRને 81,348,479 ઈક્વિટી શેર ફાળવવામાં આવ્યા છે. KKRનું રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની કોઈ સહયોગી કંપનીમાં બીજી વાર રોકાણ છે. આની પહેલા તેણે આ વર્ષે જિયો પ્લેટફોર્મમાં રૂ. 11367 કરોડ રોકાણ કર્યા હતા. આની પહેલા આરઆઈએલે જણાવ્યું હતું કે, આ રોકાણ હેઠળ રિલાયન્સ રિટેલનું મૂલ્ય રૂ. 4.21 લાખ કરોડ આંકવામાં આવી રહ્યું છે.

આરઆઇએલનું સહયોગી એકમ રિલાયન્સ રિટેલ ભારતનું સૌથી મોટું અને ઝડપથી આગળ વધી રહેલું ખુદરા કારોબારનું સંચાલન કરે છે અને દેશભરમાં આના લગભગ 12 હજાર સ્ટોર છે, જેમાં 64 કરોડથી વધારે લોકો મુલાકાત લેતા હોય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.