નવી દિલ્હી: સેના કમાન્ડરોના 4 દિવસીય સંમેલનને આજે રક્ષા પ્રધાન રાજનાથ સિંહ સંબોધિત કરશે. આ સંમેલનની શરુઆત સોમવારથી શરુ થઈ છે. જેમાં પ્રથમ દિવસે 13 લાખ કર્મીઓના દળમાં માનવ સંસાધન સંચાલન સાથે સંબધિત મુદ્દા પર ચર્ચા કરશે.
સૂત્રોના જણાવ્યા મુજબ આજે કમાન્ડરનું સંમેલન પૂર્વી લદ્દાખમાં ચીન સાથે સરહદ પર ભારતની યુદ્ધનો તૈયારીઓની સમીક્ષા કરવાની આશા છે. સોમવારના કમાન્ડરોનું સંમેલનમાં યુવા પ્રતિભાઓ, પ્રમોશન સાથે સંબંધિત મુદ્દા અને સેનાના બધાજ રેન્કના કર્મિઓની આકાંક્ષાઓ પુર્ણ કરવાના મુદ્દા પર વિસ્તૃત ચર્ચા કરી હતી. સેનાનું આ વર્ષનું સંમેલન વર્ષમાં 2 વખત થનારું આયોજન છે.
આજે કમાન્ડરોની રક્ષા પ્રધાન રાજનાથ સિંહ, પ્રમુખ રક્ષા અધ્યક્ષ જનરલ બિપિન રાવત, નૌસૈના પ્રમુખ એડમિરલ કરમબીર સિંહ અને વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ આર કે ભદૌરિયા સંબોધિત કરશે.