ઉત્તર પ્રદેશ: ગ્રેટર નોઈડામાં ચાલી રહેલા ઓટો એક્સપોમાં રવિવારે સુપર બાઈકર્સ દ્વારા પોતાના કરતબો રજૂ કરવામાં આવ્યા હતા. બાઈકર્સની રાઈડિંગ જોવા તેમજ તેમના ફોટો અને વીડિયો ઉતારવા લોકો ઉત્સાહિત જોવા મળ્યા હતા.
બાઈકર્સે લોકોને સુરક્ષા સલામતીના સંબંધોમાં પણ મેસેજ આપ્યા હતા. તમામ બાઈકર્સ ઓટો એક્સપોમાં રાઈડ કરીને લોકોને મનોરંજન પુરૂ પાડ્યું હતું. ગોડ બાઈકર્સ ગૃપના સંસ્થાપક ડૉ. અરૂણના જણાવ્યા મુજબ, લોકો મોંઘી બાઈકની ખરીદી કરી શકે છે, તો તેમને બજારમાં ઉપલ્બ્ધ સલામતીનાં સાધનો પણ વસાવવા જરૂરી છે. સુપર બાઈક ચલાવવાની તાલીમ મેળવવી પણ જરૂરી છે.
ગોડ બાઈકર્સ ગૃપ દર વર્ષે ઓટો એક્સપોમાં ભાગ લેવા આવે છે. ગોડ બાઈકર્સ ગૃપના સંસ્થાપકે જણાવ્યું કે, નવી પેઢી હાઇ સ્પીડની શોખીન છે, પરંતુ તેમને તેમના જીવનની સલામતીની કાળજી લેતા નથી. સૌપ્રથમ તમારા જીવનને સુરક્ષિત કરો, પછી ઝડપ વધારો, અને એ ઝડપ પકડી રાખો.