મળતી માહિતી મુજબ, શુક્રવારે સવારે આ બેઠક થઇ શકે છે. જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ગુરુવારે આતંકવાદીઓએ પોતાના નાપાક ઇરાદાઓને અંજામ આપ્યો હતો. CRPFના કાફલા પર IED બ્લાસ્ટ કરીને તેમણે પોતાની શર્મજનક કરતુતોને અંજામ આપ્યો હતો.
જમ્મુ કાશ્મીરની સુરક્ષા સ્થિતિ પર વિચાર માટે શુક્રવારે આ બેઠક થઇ શકે છે. આ હુમલામાં કુલ 42 CRPFના જવાનો શહીદ થયા છે. આ બેઠકમાં રક્ષાપ્રધાન, ગૃહ પ્રધાન, વિદેશ પ્રધાન અને નાણાપ્રધાન આ બેઠકમાં શામેલ થઇ શકે છે.
જૈશ-એ-મહોમ્મદના આત્મઘાતી હુમલાવરોએ જમ્મુ-કાશ્મીરના CRPFના કાફલા થી પોતાનો વિસ્ફોટ ભરેલો ટ્રક અથડાવી દીધો હતો. હાલના વર્ષોમાં થયેલા આંતકવાદી હુમલાઓમાંથી સૌથી ભિષણ આત્મઘાતી હુમલો છે.