ગૃહ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યુ કે, દરેક પાર્ટીને પુલવામા હુમલામાં સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા પગલા વિશે દરેક પાર્ટીને માહિતી આપવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્રમોદીની અધ્યક્ષતામાં શુક્રવારે થયેલી મંત્રીમંડળની બેઠકમાં સર્વદળીય બેઠક બોલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પહેલા નાણાપ્રધાન અરુણ જેટલીએ કહ્યુ કે, આ ઘટના વિશે દરેક પાર્ટીને જાણકારી આપવા માટે આ બેઠક બોલાવવામાં આવી છે. જેથી સંપુર્ણ દેશ આ મુદ્દા પર એક સ્વરમાં વાત કરી શકે. આ આતંકી હુમલાને લઇ પાકિસ્તાનને ચેતવણી આપતા PM મોદીએ કહ્યુ કે, આ હુમલા માટે જવાબદાર લોકોએ આની ભારે કિંમત ચુકવવી પડશે.
આ પહેલા એક કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ કહ્યુ કે, આ હુમલાના કારણે દેશમાં લોકોનો આક્રોશ વધી રહ્યો છે. લોકો ગુસ્સામાં લાલ થઇ રહ્યા છે, હું સમજુ છુ" આ સમયે દેશની અપેક્ષા કંઇક કરવા માટેની છે, જે સ્વાભાવિક છે. અમને અમારી સેના પર સંપુર્ણ ભરોસો છે."
તેમણે કહ્યુ કે, આતંકવાદી સંગઠન ખુબ મોટી ભુલ કરી રહ્યુ છે અને આ ગુનેગારોને તેમની સજા જરુર મળશે. મોદીએ કહ્યુ કે, "આ હુમલાના આરોપીઓ અને તેમના સંરક્ષકોને આનો જબડાતોડ જવાબ આપવામાં આવશે."