ઉલ્લેખનીય છે કે, અમેરિકાના વિદેશ પ્રધાન માઇક પોમ્પિો 25-28 જૂન સુધી ભારત પ્રવાસ પર છે. આ દરમિયાન અમેરિકા દ્વારા ભારત પર લગાવેલા પ્રતિબંધોના લઇને પોમ્પિયોના ભારત પ્રવાસ પર નારાજગી જાહેર કરવામાં આવી છે.
જણાવી દઇએ કે આ વર્ષે અમેરિકાના ઇરાન સાથે તણાવભર્યા સંબંધોના કારણે ભારત પર ઇરાન પાસેથી તેલની ખરીદી કરવા પર પણ રોક લગાવવામાં આવી હતી. અમેરિકાએ ભારત સહિત બીજા કેટલાક દેશો પર રોક લગાવી હતી.
પોમ્પિયોના ભારત પ્રવાસનો વિરોધ કરનાર પ્રદર્શન કર્તાઓમાં ભાકપા સાંસદ ડી રાજા સહિત ઘણા દિગ્ગજ નેતાઓ પણ હાજર રહ્યા હતા.
વિરોધ કરનાર લોકોએ જણાવ્યું હતું કે, એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે ભારતે એક મજબુત સ્વતંત્ર વિદેશ નીતિનું અનુકરણ કરવું જોઇએ. ભારત એક સ્વતંત્ર રાષ્ટ્ર છે, અને સ્વતંત્ર દેશ તરીકે ભારતે એક મજબુત સ્વતંત્ર વિદેશ નીતિનું અનુકરણ કરવું જોઇએ. અમેરિકા અન્ય દેશ પર શરતો લાગુ કરીને વિદેશ નીતિને આગળ નથી વધારી શકતું.
મળતી માહિતી મૂજબ, અમેરિકાના વિદેશ પ્રધાન પોમ્પિઓ આજે ભારત પહોંચ્યા છે. અહીં તેઓ PM મોદી અને ભારતના વિદેશ પ્રધાન એસ.જયશંકર સાથે દ્વિપક્ષીય બેઠક કરશે.
PM મોદી એક વાર ફરીથી વડાપ્રધાન તરીકે ચૂટાયા ત્યાર બાદ અમેરિકાના અધિકારીની આ પહેલી યાત્રા છે.