પ્રિયંકાએ વધુમાં કહ્યું હતું કે, અનામતનો મુદ્દો એ RSS અને ભાજપ માટે ચર્ચાનુ બહાનુ છે. તેમણે સવાલ કર્યો હતો કે, શું તમે આવુ થવા દેશો ?
આપને જણાવી દઈએ કે, ભાગવતે એક કાર્યક્રમમાં કહ્યં હતું કે, જે લોકો અનામતના પક્ષમાં છે અને જે તેની વિરુદ્ધમાં છે, તેમના વચ્ચે શાંતિપૂર્ણ વાતાવરણમાં વાતચીત થવી જોઈએ.
ત્યારે આ બાબતને લઈ પ્રિયંકાએ કહ્યું કે,"RSSએ જાહેરાત કરી છે કે સમાજના તમામ મુદ્દાઓને શાંતિપૂર્ણ રીતે વાતચીત દ્વારા તેનો નિકાલ કરવો જોઈએ. મને એવુ લાગે છે કે, મોદીજી અને તેમની સરકાર RSSના વિચારોને સમ્માન નથી કરતી અથવા તો તે નથી માનતા કે જમ્મુ-કાશ્મીર એક મુદ્દો છે."