વારાણસી: કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા રવિવારે વારાણસી જઈ રહ્યા છે. આ અગાઉ પ્રિયંકા ગાંધી નાગરિક સંશોધન કાયદાના વિરોધ દરમિયાન જેલવાસીઓને મળવા માટે પહોંચ્યાં હતાં. 9 ફેબ્રુઆરીએ યોજાનારા સંત રવિદાસ જન્મોત્સવમાં ભાગ લેવા પ્રિયંકા સંત રવિદાસ જન્મ સ્થળ પર પહોંચી રહ્યાં છે. અહીં પૂજા કર્યા બાદ તે લંગરમાં ભોજન પણ કરશે અને ત્યાં હાજર લોકોને મુલાકાત કરશે.
પ્રિયંકા ગાંધીના પ્રોટોકોલ મુજબ, પ્રિયંકા ગાંધી બપોરના સાડા બાર વાગ્યે લાલ બહાદુર શાસ્ત્રી એરપોર્ટ પહોંચશે અને ત્યાંથી સીર ગોવર્ધન સ્થિત સંત રવિદાસ મંદિરે જશે. અહીં દર્શન કર્યા બાદ તે લંગરમાં જમશે અને પ્રસાદ લીધા બાદ અહીં આયોજિત મુખ્ય કાર્યક્રમમાં ભાગ લેશે. અહીં પ્રવચન અને સત્સંગમાં જોડાયા બાદ પ્રિયંકા ગાંધી લોકોને સંબોધન પણ કરી શકે છે.
પ્રિયંકા ગાંધી અહીં હાજર પંજાબ અને હરિયાણાથી આવેલા રૈદાસિયોંને પણ મળી શકે છે. અત્યારે આ કર્યક્રમ સંદર્ભમાં શેડ્યૂલ નક્કી કરવામાં આવ્યું નથી, પરંતુ પ્રિયંકા અહીં લગભગ 2 કલાક રોકાયા બાદ સીધા બાબતપુર એરપોર્ટ પહોંચશે અને અહીંથી દિલ્હી જવા રવાના થશે.