શુક્રવારે વડાપ્રધાન મોદીએ નાગરિકતા સંશોધન બીલનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, પોતાના જ દેશમાં પરેશાનીનો ભોગ બની રહેલા લોકોને ભારતીય નાગરિકતા અપાયા બાદ તેમની સારી આવતીકાલ સુનિશ્ચિત થશે.
વડાપ્રધાન મોદી મીડિયા સમુહ દ્વારા આયોજીત એક કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા હતાં. પીએમ મોદીએ કહ્યું કે, અયોધ્યા ચુકાદા બાદ દેશની જનતાએ દરેક શક્યતાઓને ખોટી સાબિત કરી છે. પીએમ મોદીએ કહ્યું કે, અનેક એવા ચુકાદાઓ છે જે ભૂતકાળનો વારસો છે. નવા ભારતના નિર્માણ માટે તેને ટાળી શકાય નહીં અને તેનાથી બચી પણ શકાય નહીં.
આર્ટિકલ 370 સાથે જોડાયેલા એક નિવેદન અંગે પીએમ મોદીએ કહ્યું કે, આ નિર્ણય રાજકીય રીતે અઘરો જણાઈ રહ્યો હતો, પરંતુ તેનાથી જમ્મુ-કાશ્મીર અને લદ્દાખની જનતામાં વિકાસની નવી આશા જાગી છે.વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'અમે દેશને વાયદા કરવાના રાજકારણથી પ્રદર્શન કરીને કંઈક કરી બતાવવાની રાજનીતિ તરફ લઈ જઈ રહ્યાં છીએ. વધુમાં તેમણે કહ્યું કે, સરકાર પર કામનું દબાણ હોવું જોઈએ'.
દેશની કરવેરા પ્રણાલીનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કર આકારણી દરમિયાન લોકોને જે સમસ્યાઓનો સામનો કરવો પડે છે તેનો હવે અંત આવ્યો છે.