રાજસ્થાન: કોટા જિલ્લામાં શનિવારે સિટી બસમાં ડિલિવરીનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં બસમાં ડ્રાઇવર ઓમ પ્રકાશ અને આશા વર્કરની મદદથી મહિલાએ બસમાં દિકરીને જન્મ આપ્યો હતો.
પ્રસુતિ બાદ મહિલાને જેકે લોન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આશા વર્કર અને ડ્રાઈવરની ટીમ કોરોના વાઈરસના ચેપને રોકવા માટે સ્ક્રીનીંગનું કાર્ય કરી છે. કોરોનાના ચેપને રોકવા માટે જાહેર પરિવહનની બધી રીતો લોકડાઉનમાં બંધ છે. જો કે, લોકડાઉનમાં કન્ટેન્ટ ઝોન અને શહેરના વિવિધ ભાગોમાં સ્ક્રીનિંગ માટે ટીમ કાર્યરત છે.
આ ટીમને પરિવહન માટે શહેરી પરિવહન સેવાની બસોને આપવામાં આવી છે. આવી સ્થિતીમાં એક ડ્રાઈવર આશા વર્કરની ટીમ સાથે ઘટોત્કચ ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન એક મહિલા શેરીમાં મહિલા પ્રસુતિ પિડાથી રિબાતી જોવા મળી હતી.
આ ટીમે બસ રોકી, અને આશા વર્કરોની મદદથી ગર્ભવતી મહિલાને બસમાં બેસાડવામાં આવી હતી. બસ 300 મીટર ચાલ્યા બાદ રેખાએ નવજાતને જન્મ આપ્યો હતો. હાલ બાળક અને માતા બંન્ને સ્વસ્થ છે. ડ્રાઈવર તાત્કાલિક બસને જેકે લોન હોસ્પિટલ ખાતે લઈ ગયો હતો. જ્યાં પ્રસૂતા રેખા અને નવજાત બાળકીને દાખલ કરવામાં આવી છે.