વિવાદાસ્પદ નિવેદનોના કારણે ચર્ચામાં રહેનારા રામપુરથી સમાજવાદી પાર્ટીના સાંસદ આઝામ ખાનની મુશ્કેલીઓ વધી રહી છે. આઝમખાન પર હવે તેમના જ વિવાદાસ્પદ નિવેદનો ભારે પડી રહ્યાં છે. વિવાદિત નિવેદનોના કુલ 17 કેસમાં પોલીસે તેના વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે.
ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી દરમિયાન આઝમ ખાન વિરૂદ્ધ અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં 17 કેસ દાખલ થયાં હતા. ઉપરાંત આઝમ સામે અઝીમનગરમાં 27 કેસ અને થાના સિવલ લાઈનમાં એક કેસની તપાસ ચાલી રહી છે.