મોદીએ સંસદમાં પ્રતિનિધિત્વ કરી રહેલા તમામ રાજનીતિક પાર્ટીઓના પ્રમુખનોને સરકાર સાથે તેમના વિચારો જણાવવા તથા ચર્ચા કરવા આંમત્રણ આપ્યું છે.
મોદીના એક સાથે લોકસભા તથા વિધાનસભા ચૂંટણી કરવાના વિચાર પર ઓડિશાના સત્તારૂઢ બીજૂને જનતા દળનો સમર્થન મળ્યો છે.જોકે વિપક્ષી પાર્ટીઓએ આ સલાહને અવ્યવહારિક ગણાવ્યું છે. કોંગ્રેસ તેમજ તેમના સહયોગી દળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તરફથી ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ના વિષય પર બોલાવવામાં આવેલી સર્વદળીય બેઠકમાં તેમના વલણને લઇને બુધવાર સવારે નિર્ણય કરશે. કોંગ્રેસ સંસદીય દળના નેતા સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં મંગળવાર સાંજે સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન ના ઘટક દળની બેઠક બોલાવી છે, જોકે, ‘એક રાષ્ટ્ર એક ચૂંટણી’ના વિષય પર કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી.
પશ્ચિમ બંગાળની મુખ્યપ્રધાન મમતા બેનરજીએ વડાપ્રધાન દ્વારા બોલાવવામાં આવેલા બધા પાર્ટી અધ્યક્ષોની બેઠકના નિમંત્રણનો અસ્વિકાર કર્યો છે. આ બેઠક બુધવારે માટે નિર્ધારિત છે. મમતા બેનરજીએ સંસદીય કાર્યપ્રધાન પ્રહલાદ જોશીને એક પત્ર લખીને બેઠકમાં ભાગ લેવાથી ઇન્કાર કરી દીધો છે. પત્રમાં તેમણે લખ્યું છે કે વન નેશન, વન ઇલેક્શનના મુદ્દા ઉપર ઘણી લાંબી ચર્ચા કરવી જોઈએ.