વડાપ્રધાન મોદી પોતાના પ્રથમ વર્ષમાં માલદીવ સરકારની ઉપલબ્ધિ પર માલદીવ વિદેશપ્રધાન અબ્દુલ્લા શાહિદને શુભેચ્છા પાઠવી હતી. તેમણે ભારત અને માલદીવના વચ્ચેના સારા સંબધો પર સંતોષ વ્યક્ત કર્યું હતું.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 6મી સંયુક્ત આયોગ બેઠકમાં ચર્ચા દરમિયાન બન્ને દેશોની પ્રગતિ પર સમીક્ષા કરીશું અને બન્ને દેશોને લાભ થાય તે દિશામાં લાભદાયી સહયોગ કરવા માટે આગળ વધીશું.
આ દરમિયાન વડાપ્રધાન મોદીએ મજબૂત, લોકતાંત્રિક,સમૃદ્ધ અને શઆંતિપૂર્ણ માલદીવ માટે,માલદીવ સરકાર સાથે સહયોગી બનાવાની ભારતની દ્રઢતા બતાવી હતી.