મન કી બાતના ખાસ અંશ
-પુલવામા હુમલા પર પીએમ મોદીએ કહ્યું કે ભારત માતાની રક્ષામાં પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા દેશના તમામ વીર સપૂતોને હું નમન કરું છું. આ શહાદત, આતંકને સમૂળગો નષ્ટ કરવા માટે અમને સતત પ્રેરિત કરશે. આપણા સંકલ્પને વધુ મજબુત કરશે.
- તેમણે કહ્યું કે દેશ સામે આ પડકારોનો સામનો, આપણે બધાએ જાતિવાદ, સાંપ્રદાયવાદ, ક્ષેત્રવાદ અને અન્ય તમામ મતભેદોને ભૂલીને કરવાનો છે. જેથી કરીને આતંક વિરુદ્ધ આપણા પગલાં પહેલા કરતા વધુ દ્રઢ બને, સશક્ત બને અને નિર્ણાયક રહે. વીર સૈનિકોની શહાદત બાદ મીડિયાના માધ્યમથી તેમના પરિજનોની જે પ્રેરણાદાયક વાતો સામે આવી છે, તેમણે સમગ્ર દેશના જુસ્સાને વધુ બળ પૂરું પાડ્યું છે. બિહારના સૈનિકના પિતાની વાતને યાદ કરી હતી.
- તેમણે કહ્યું કે આઝાદીના આટલા લાંબા સમય સુધી આપણે બધાને મેમોરિયલનો ઈન્તેજાર હતો. મેં નિશ્ચય કર્યો કે દેશમાં એક એવું સ્મારક હોવું જોઈએ. મને વિશ્વાસ છે કે દેશવાસીઓ માટે વોર મેમોરિયલ જવું એ તીર્થસ્થળ જવા જેવું હશે. વોર મેમોરિયલ બાદ સર્વોચ્ચ બલિદાન આપનારા જવાનો પ્રત્યે રાષ્ટ્રની કૃતજ્ઞતાનું પ્રતિક છે.
- તેમણે કહ્યું કે વોર મેમોરિયલની ડિઝાઈન, આપણા અમર સૈનિકોના સાહસને પ્રદર્શન કરે છે. રાષ્ટ્રીય સૈનિક સ્મારકનો આધાર ચાર ચક્રો પર આધારિત છે. અમર ચક્ર, વીરતા ચક્ર, ત્યાગ ચક્ર, રક્ષક ચક્ર. ઓક્ટોબર 2018માં મને નેશનલ પોલીસ મેમોરિયલને દેશને સમર્પિત કરવાની તક મળી હતી. તે પણ આપણા એ વિચારનું પ્રતિબિંબ હતું જે હેઠળ આપણે માનીએ છીએ કે જે આપણી સુરક્ષામાં સતત પરોવાયેલા રહે છે તેવા પુરુષ, મહિલા પોલીસકર્મીઓ પ્રત્યે કૃતજ્ઞ થવું જોઈએ.
- પીએમ મોદીએ કહ્યું કે હું આશા કરું છું કે તમે રાષ્ટ્રીય સૈનિક સ્મારક, અને નેશનલ પોલીસ મેમોરિયલને જોવા માટે જરૂર જશો. તમે જ્યારે પણ જાઓ ત્યાં લેવાયેલી તસવીરોને સોશિયલ મીડિયા પર જરૂર શેર કરો જેથી કરીને બીજા લોકો આ મેમોરિયલને જોવા માટે ઉત્સુક બને.