સૂત્રો મુજબ, બીજેપીએ 124-130 સાંસદોના સમર્થનનો દાવો કર્યો છે. વિપક્ષના ખાતામાં 90-93 મત જવાનું અનુમાન છે. તેમજ PM મોદીએ ભાજપ સંસદીય બેઠકમાં કહ્યું કે, વિપક્ષી દળ નાગરિકત્વ બિલ પર પાકિસ્તાન જેવી ભાષા બોલી રહ્યું છે.
બેઠક બાદ સંસદીય કાર્ય પ્રધાન પ્રહ્લાદ જોશીએ કહ્યું કે, PM મોદીએ નાગરિકતા સંશોધન બિલને ઐતિહાસિક બિલનો દરજ્જો આપ્યો છે. PM મોદી તરફથી પ્રહ્લાદ જોશીએ કહ્યું કે, 'PM મોદીએ કહ્યું છે કે, આ બિલ ધાર્મિક આધાર પર પીડિત લોકો માટે સુવર્ણ અક્ષરોમાં લખવામાં આવશે. જોશીએ આશા વ્યક્ત કરી છે કે, રાજ્યસભામાં બિલ સરળતાથી સ્પષ્ટ બહુમતિ સાથે પસાર થશે.
શિવસેના પર સસ્પેન્સ
પ્રાપ્ત થતી વિગતો મુજબ, ભલે શિવસેનાએ ગૃહમાં પોતાની વ્યૂહરચના સાફ કરવાની વાત કરી છે પરંતુ ભાજપ તેમના સમર્થન પર વિશ્વાસ છે. જો કે ગૃહની કાર્યવાહી શરૂ થતા પહેલા જ શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે, 'આ બિલ પર અમારી શંકાઓ દૂર કરવી પડશે, જો અમને સંતોષકારક જવાબ નહીં મળે તો અમારું વલણ લોકસભામાં જે બન્યું તેનાથી અલગ હોઇ શકે છે.'
સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ, બીજેપીએ પોતાના સાંસદોને 9-11 ડિસેમ્બરના સંસદ સત્ર માટે વ્હિપ જાહેર કર્યું છે. જેને લઈને ગૃહમાં તમામ સાંસદોને હાજરી અનિવાર્ય છે.
રાજ્યસભામાં નાગરિકતા બિલ પર ચર્ચા કરવા માટે 6 કલાકનો સમય ફાળવવામાં આવ્યો છે. પ્રશ્નનો સમય સ્થગિત રાખવામાં આવ્યો છે. અમિત શાહ બપોરે 12 વાગ્યે બિલ રજૂ કરશે.
બીજેપીની બેઠકમાં ઉઠાવવામાં આવેલા અન્ય મુદ્દાઓ પર પ્રહ્લાદ જોશીએ કહ્યું કે, PM મોદીએ બધા જ સાંસદોને પોતાના ક્ષેત્રોમાં ખેડૂત, વેપારીઓ અને વેપારીઓને સૂચનો લેવા અને નાણાં પ્રધાનને પ્રતિક્રિયા આપવા સૂચના પણ આપવામાં આવી છે.