સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પાકિસ્તાની એજન્સીઓએ પાર્ટીમાં આમંત્રિત મહેમાનોને અજાણ્યા નંબરો પરથી ફોન કર્યા અને ભારત દ્વારા આયોજીત ઈફ્તાર પાર્ટીમાં સામેલ થવા બદલ તેના પરિણામો ભોગવવા માટે તૈયાર રહેવાની ધમકી આપી હતી.
આના પર ટિપ્પણી કરતા, પાકિસ્તાનના ભારતીય હાઈ કમિશનર અજય બિસારિયાએ જણાવ્યું હતું કે પાછા ફર્યા હતા તે તમામ મહેમાનોને અમે દિલગીર છીએ. પાક એજન્સીઓની આ પ્રકારની હિલચાલ નિરાશાજનક છે. તેમણે વધુમાં કહ્યુ કે, પાકિસ્તાની અધિકારીઓએ માત્ર કૂટનીતિક નિયમોનું ઉલ્લંઘન કર્યું નથી, પરંતુ મહેમાનો સાથે પણ અયોગ્ય વર્તન કર્યું છે. જે વાતની બંને દેશોના દ્વિપક્ષીય સંબંધો પર અસર કરશે.
આ પ્રથમ વખત નથી કે, પાકિસ્તાની એજન્સીઓએ આવું કૃત્ય કર્યુ હોય આ પહેલા, પણ પાકિસ્તાને 2018ના ડિસેમ્બર મહિનામાં રાજનેતાઓના ઘરોના લાઈટ્સ કનેક્શનને કાપી નાખ્યા હતા જેથી તેઓ હેરાન થઈ શકે. આમ પણ પહેલાથી જ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધ ખૂબ જ તણાવપૂર્ણ રહેલા છે.