રવિવારે જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં નિયંત્રણ રેખા (એલઓસી) ની બાજુમાં પાકિસ્તાની સૈનિકોએ સીઝફાયરનું ઉલ્લંઘન કર્યુ હતું. ભારતીય સેનાના જવાનોએ પણ પાકિસ્તાનને વળતો જવાબ આપ્યો હતો. આ અથડામણમા સૈન્યના જવાનને ઈજા થઈ હતી. જેને સારવાર માટે ખસેડાયો હતો. સારવાર દરમિયાન જવાનનું મોત થયું હતું.
સેનાના અધિકારીએ જણાવ્યું હતું કે, 'પાકિસ્તાન સૈનિકોએ ઉત્તર કાશ્મીરના ઉરી સેક્ટરમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. ભારતીય પોસ્ટ્સ પર પાકે ગોળીબાર કર્યો હતો.