પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈઝલે પર્યટકો માટે સિયાચિનને ખુલ્લું મૂકવા અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, "ભારતે સિયાચિન ગ્લેશિયરને બળપૂર્વક કબજે કર્યુ છે. આ એક વિવાદિત વિસ્તાર છે. જેથી ભારતે તેને પર્યટકો માટે ખુલ્લું મૂકવું જોઈએ નહીં. '
21 ઓક્ટોબરે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે આ અંગે જણાવ્યું હતું કે, "ભારત સરકારે સિયાચિન બેઝ કેમ્પથી કુમાર ચોકી સુધીના વિસ્તારને પર્યટન માટે ખોલવાનો નિર્ણય લીધો છે."
આમ, ભારત સરકારે સિચાચિનને પર્યટકો માટે ખુલ્લો મૂકવાનો નિર્ણય કર્યો છે, ત્યારે પાકિસ્તાનમાં તેનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે.