પુતિને પણ જણાવ્યું હતું કે, અમારી પ્રાથમિકતા ખાસ ક્ષેત્રમાં રોકાણ કરવાની છે. બંને દેશો વચ્ચેના વ્યાપારમાં 17 ટકાનો વધારો થયો છે.
પુતિને વધુમાં આગળ જણાવ્યું હતું કે, અમે રશિયામાં ભારતીય કંપનીઓનું સ્વાગત કરીએ છીએ.
વડાપ્રધાન મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, આજે અમારી મુલાકાત ઘણી મહત્વપૂર્ણ છે. વ્લાદિસ્તોવોકમાં આવીને ઘણી પ્રસન્નતા અનુભવી રહ્યા છું. અમે અનેક મુદ્દાઓને ળઈ રશિયા સાથે વાતચીત કરી છે.
વડાપ્રધાન મોદીએ રશિયા તરફથી મળેલા સન્માન બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
વડાપ્રધાન મોદીએ અહીં રાષ્ટ્રપતિ પુતિન સાથે જ્વેદા જહાજ નિર્માણ પરિસરમાં એક જહાજ પર સવાર થઈ નિરિક્ષણ કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે ત્રિદિવસીય રશિયા પ્રવાસ માટે રવાના બાદ PM મોદી મોડી રાતે રશિયા પહોંચ્યા હતાં. વડાપ્રધાન વ્લાદિવોસ્તોક પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે વડાપ્રધાન મોદી ત્યાં અનેક કાર્યક્રમમાં ભાગ લેશે. હાલમાં જ વડાપ્રધાન મોદી પુતિન સાથે મળ્યા છે. થોડી વારમાં દ્વિપક્ષીય વાર્તા સંભવ બનશે. ઉપરાંત શિપબિલ્ડિંગ કૉમ્પલેક્ષની પણ મુલાકાત લેશે.
આ પ્રવાસનોનો ઉદ્દેશ્ય, હવાઈ જહાજ બનાવટના ક્ષેત્રમાં રશિયાની ક્ષમતાઓને તપાસવાનો છે. તેમજ આ ક્ષેત્રમાં સહયોગની તકો શોધવાનો છે. વાર્ષિક શિખર સંમેલનનું કરાશે આયોજન
આ પ્રવાસ પછી ભારત-રશિયા વચ્ચે 20માં વાર્ષિક શિખર સંમેલનનું આયોજન કરાશે. આ દરમિયાન મોદી અને પુતિન વચ્ચે દ્વિપક્ષીય અને ક્ષેત્રીય મુદ્દાઓ ઉપર ચર્ચા થવાની સંભાવના છે.