એન.આર.જી સ્ટેડિયમમાં યોજાનારા કાર્યક્રમ બાદ મોદી આ સ્પેશિયલ થાળીની મજા માણશે. કેન્દ્રીય પ્રઘાન ધમેન્દ્ર પ્રઘાને પોતાના ટ્વીટર પર નમો થાળીની જાણકારી આપી છે. પ્રધાને લખ્યું કે, જમવાનું બનાવવાની કળા પણ મોદીના ખાસ પ્રશંસક બનાવવાથી ન બચી શક્યાં.
ધમેન્દ્ર પ્રધાને લખ્યું કે, હ્યુસ્ટનમાં એક ભારતીય શેફ કિરણ વર્મા ઓડિશામાં જન્મી છે. જેઓએ વડાપ્રધાન મોદી માટે સ્પેશિયલ નમો થાળી બનાવી છે.
ભાજપ સાંસદ રાજ્યવર્ધન સિંહે રાઠોડે પણ નમો થાળીનો ઉલ્લેખ કર્યો છે. રાજ્યવર્ઘને લખ્યું કે, હ્યુસ્ટનમાં શેફ કિરણ વર્માએ વડાપ્રઘાન માટે ખાસ નમો થાળી બનાવી છે.
શેફ કિરણ વર્માને ભારતીય ભોજનની દાદી તરીકે ગણવામાં આવે છે. શેફ કિરણ વર્મા પોતાની રેસ્ટોરન્ટમાં વિશ્વ સ્તરીય ભારતીય ભોજન બનાવે છે. કિરણ વર્માને ભારતીય પોશાક અને ભારતીય ભોજન પ્રત્યે ખુબ જ પ્રેમ છે.