નવી દિલ્હી: દેશમાં ટ્રિપલ તલાકના પ્રતિબંધ લાવવાનો કાયદો ઘડવાને એક વર્ષ પૂર્ણ થઇ ગયું છે. 1 ઓગસ્ટ 2019 ના રોજ સુપ્રિમ કોર્ટના નિર્ણયને અસરકારક બનાવવા નરેન્દ્ર મોદી સરકારે 18 મે, 2017 ના રોજ ટ્રિપલ તલાકને ગેરકાયદેસર જાહેર કરતો કાયદો લાવ્યા હતા.
1 ઓગસ્ટે બનાવવામાં આવેલા કાયદાને તલાક અથવા અન્ય કોઈપણ સ્વરૂપને ગેરકાયદેસર જાહેર કરવામાં આવ્યો હતો. કોઈપણ મુસ્લિમ પતિ તેની પત્નીને આ રીતે તલાક આપે તો તેને 3 વર્ષની જેલની સજા થઇ શકે છે. તેમજ તેની સાથે તેણે પત્નીને ઘરખર્ચ પણ આપવો પડી શકે છે. 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે લગભગ મુસ્લિમ મહિલાઓની જનસંખ્યા આઠ ટકા છે.