જોકે તે પછી તરત પક્ષ અવગણના અને અહંકારનો શિકાર બની અને હરિયાણામાં જીત મેળવવામાં નિષ્ફળ ગઈ. મહારાષ્ટ્રમાં પણ તેણે શિવસેના સાથે ચૂંટણી પૂર્વે ગઠબંધન કરી સાદી બહુમતી મેળવી લીધી તે છતાં ઉતરતું પ્રદર્શન કર્યું. તે પછી જે ઘટનાઓ બની તેમાં શિવસેના, એનસીપી અને કૉંગ્રેસ વચ્ચે નવી ભાગીદારીના લીધે તેણે રાજ્યમાં સત્તા ગુમાવવી પડી. તેનાથી પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓ ચિંતાતુર છે. સામાન્ય કાર્યકરો શિવસેનાના દગાથી એટલા બધા દુઃખી નથી જેટલા તેઓ આ દગાખોરને હરાવવામાં કેન્દ્રીય નેતૃત્વની નિષ્ફળતાથી છે. તે સાચે જ તેમને પીડા આપે છે.
દેવેન્દ્ર ફડનવીસ કોઈ રીતે એવી સ્થિતિમાં નહોતા કે તેઓ શરદ પવારનું મન જાણી શકે, જેમણે દાયકાઓથી સત્તાની રમતો રમી છે. પરંતુ જ્યાં સુધી કેન્દ્રીય નેતૃત્વએ ચાલ રમી, ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હતું. પક્ષના નેતૃત્વમાં ચોક્કસ જ ગ્લાનિ ફરી વળી. ‘અવગણના કરવાનો’ અભિગમ મધ્ય પ્રદેશમાં ગયા વર્ષએ કમલનાથની સરકાર રચવાના સમયે પણ હતો, જ્યારે ભાજપ છએક
હવે, આનો અર્થ એમ સૂચવવાનો નથી કે ભાજપનું ધૂંધળું ચૂંટણી ભવિષ્ય માત્ર આ બંને નેતાઓની શક્તિ સરકાર ચલાવવામાં ચાલી જવાના કારણે જ છે. પાંચ વર્ષ પછી મતદારો માટે એ સ્વાભાવિક છે કે તેઓ સત્તામાં રહેલા કોઈ પણ પક્ષની વિમુખ થઈ જાય. નેતા, કોઈ પણ નેતા અને પ્રજા વચ્ચે પ્રેમ એક સમય પછી તેની તીવ્રતા ગુમાવી દે છે. ઈન્દિરા ગાંધીએ ૧૯૭૧માં સંસદીય ચૂંટણી ત્રણ ચતુર્થાંશ બહુમતીથી જીતી હતી. ૧૯૭૪ સુધીમાં તેઓ એ બધાં માટે નફરતને પાત્ર વ્યક્તિ બની ગયાં હતાં, જેમણે ત્રણ વર્ષ પૂર્વે તેમને મત આપ્યા હતા. મહારાષ્ટ્ર ગુમાવવું, ખાસ કરીને જે સંજોગો બન્યા તે હેઠળ, તેનાથી આ કેસરિયા પક્ષ માટે એક ચેતવણી બની રહેવી જોઈએ. જીવનની જેમ રાજકારણમાં પણ કંઈ કાયમી નથી હોતું.
હા, એમાં કોઈ શંકા નથી કે નરેન્દ્ર મોદી સૌથી લોકપ્રિય રાષ્ટ્રીય નેતા રહે જ છે કારણકે વિપક્ષનો કોઈ નેતા તેમની તોલે આવી શકે તેમ નથી. પરંતુ તેઓ ધીમેધીમે ગુજરાતમાં શક્તિશાળી કૉંગ્રેસનો સામનો કરવા ઉભર્યા, તેનાથી તેઓ જાણે છે કે તેમને પડકાર ફેંકનાર ક્યારે અને કેવી રીતે ઉભરી શકે છે, ખાસ કરીને જો અર્થતંત્ર આમ જ મંદું પડતું રહેશે તો.
પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહ માટે સત્ય હંમેશાં સ્થિતિસ્થાપક રહ્યુ છે, જેનો આધાર તેના પર છે કે તે તેમના પોતાના સ્વાર્થી હિતને સાધે છે કે કેમ. પ્રમાણિકતાનો તાજો નિરાદર જ જોઈ લો. પૂર્વ વડા પ્રધાન સ્વ. આઈ. કે. ગુજરાતની સ્મૃતિમાં યોજાયેલા એક સમારંભમાં બોલતાં, તેમણે ૧૯૮૪ના શીખ વિરોધી નરસંહારનો સંપૂર્ણ દોષ તત્કાલીન ગૃહ પ્રધાન સ્વ. નરસિંહરાવ પર ઢોળી દીધો. તેમણે કહ્યું કે ગુજરાલે તેમને સેના ફરજ પર મૂકવા અનુરોધ કર્યો હોવા છતાં, રાવે તેમ કહ્યું નહીં અને હિંસાચાર વિના રોકટોક થવા દીધો. સિંહ માટે એ વાત ગૌણ હતી કે તેમને નિવૃત્તિ પછી અનામીપણામાંથી બહાર કાઢનાર તેમના મૂળ લાભદાતા રાવ જ હતા અને તેમને તેમણે જ નાણા પ્રધાન બનાવ્યા હતા. ધારાસભ્યોને પોતાની તરફ ખેંચી શક્યા હોત, જેમણે પછી કમલનાથ સાથે સોદો પાડી લીધો. આ જ વલણ શિવસેનાએ પહેલા ગઠબંધન તોડ્યું તે પછીના દિવસ્માં દેખાતું હતું.
મધ્ય પ્રદેશમાં કૉંગ્રેસની સરકારને સહન કરવાના બદલે શિવરાજસિંહ ચૌહાણ મુખ્ય પ્રધાન તરીકે ચાલુ રહે તે માટે કેન્દ્રીય નેતૃત્વ શા માટે ઉદાસીન હોઈ શકે તે પ્રશ્નથી ભાજપના વરિષ્ઠ નેતાઓ વચ્ચે તંગ સંબંધોનો ઘટસ્ફોટ થઈ શકે છે. જ્યારે મોટું રાજ્ય તમારા લગભગ હાથમાં હોય તે વખતે તેને સરકી જવા દેવું તેનાથી પક્ષના ભવિષ્ય માટેની એ જ નિશ્ચિંતતા દેખાય છે. શીર્ષસ્થ નેતાઓ તરીકે મોદી-શાહની જોડી એવી છાપ વધવા ન દઈ શકે કે જો પક્ષ એક કે બે રાજ્યમાં હારી જાય તો તેમને કોઈ ફરક પડતો નથી. જોકે એ એક કે બે પક્ષ છે પણ નહીં, ભાજપની પકડ હવે દેશના અડધાથી ઓછા ભાગમાં જ સંકોચાઈને રહી ગઈ છે.
એક કારણ એ હોઈ શકે છે કે વડા પ્રધાન વધુ ને વધુ ધ્યાન સરકાર ચલાવવામાં આપી રહ્યા છે, જે શ્રેષ્ઠ સમયમાં સહેલી વાત નથી. મોદી હવે તમામ સંભાવનાઓમાં પોતાને મોટા સ્ટેટ્સમેન તરીકે જોઈ રહ્યા છે અને ગયા વર્ષે મધ્ય પ્રદેશ અને ગત મહિને મહારાષ્ટ્રમાં સરકાર રચવામાં ચાલબાજી અને છળકપટ થયા તેવી ચાલબાજી અને છળકપટમાં પોતાના હાથ ગંદા કરવા માગતા નથી. છતાં, મજબૂત ભાજપ તેમના કામને આધાર આપી શકે, પરંતુ મજબૂત ભાજપ વગર મજબૂત મોદી અકલ્પનીય છે.
બીજું, અસાધારણ સંગઠક અમિત શાહના સરકારમાં તમામ સમયના શક્તિશાળી ગૃહ પ્રધાન તરીકે ઉમેરાથી પક્ષની બાબતોમાં ધ્યાન આપવા પર અસર પડી રહી છે. એ વાત સાચી કે જે. પી. નડ્ડા ભાજપના આગામી અધ્યક્ષ છે પરંતુ સંગઠક અને ચૂંટણી જીતાવી આપનાર તરીકે તેમનાં કૌશલ્યોની હજુ કસોટી થવાની બાકી છે. અમિત શાહ પક્ષ માટે પોતાને હાજર રાખે છે, પરંતુ તેઓ ગૃહ ખાતું ચલાવીને લગભગ તમામ મંત્રાલયોનું નિરીક્ષણ કરે છે તેનાથી પક્ષની બાબતો પર ધ્યાન આપવાનું રહી જાય તે સ્વાભાવિક છે.
તેમણે આ અપયશથી તેમને છેટા રાખવાની જરૂર હતી
પરંતુ રાવનું ક્યારનું મૃત્યુ થઈ ગયું છે. સિંહ તેમના વર્તમાન લાભદાતાને ખુશ રાખવા માગે છે જેમણે તેમને વડા પ્રધાન બનાવ્યા. આ જ કારણ હતું કે સિંહે કહ્યું નહીં કે રાવ વડા પ્રધાન સ્વ. રાજીવ ગાંધીના એવા આદેશ હેઠળ હતા કે તેમના પૂર્વ આદેશ વગર સેનાને બોલાવવી નહીં. આ ઠંડા કલેજે થયેલી હત્યાઓમાં ચાર હજાર શીખો મરાયા હતા કારણકે રાજીવ ગાંધી અને તેમના દરબારીઓ ‘શીખોને પાઠ ભણાવવા’ની જિદ પર હતા. યોગાનુયોગ, તે વખતે સિંહ નાણા મંત્રાલયમાં સચિવ હતા. રાજીનામું આપવાની વાત તો છોડો, તેઓ તે વખતે સાથી શીખોના થઈ રહેલા નરસંહારની સામે એક શબ્દ પણ બોલી નહોતા શક્યા. મનમોહનસિંહ તેમની સમગ્ર જિંદગીમાં પૂરી રીતે માત્ર સમયના સેવક જ રહ્યા.
ચિદમ્બરમમાં વિશ્વાસનીયતાનો અભાવ છે
પૂર્વ નાણા પ્રધાન એવું માનતા હોય તેમ લાગે છે કે દરેક જણ વિસ્મૃતિના રોગથી પીડાઈ રહ્યા છે અને તેમના કાર્યકાળમાં આનાથી પણ ઓછા જીડીપી અને આસમાને આંબતા ડુંગળીના ભાવો તેમને યાદ નહીં હોય. ઉપરાંત, રઘુરામ રાજન અને ઊર્જિત પટેલને જાળવી રાખવામાં નિષ્ફળતા માટે મોદી સરકાર નિષ્ફળ ગયાનો ટોણો તો માર્યો પરંતુ તેમને પોતાને ક્યારે આરબીઆઈના ગવર્નરો સાથે સુગમ સંબંધો હતા? એક પૂર્વ ગવર્નરે ચિદમ્બરમના હાથ નીચે તેમની કેવી દુર્દશા હતી તેનું ઝીણું વર્ણન કરતું એક પુસ્તક લખ્યું છે. તેમનું નામ ડૉ. સુબ્બારાવ છે. ચિદમ્બરમ મહાનતાના ભ્રમમાં હોય તેમ લાગે છે અને તેમના અવાજને દબાવી દેવાના પ્રયાસની વાત કરી રહ્યા છે. અરે! તેમના ઘર શિવગંગામાં પણ લોકો તેમના અવાજને ક્યાં સાંભળે છે? એ તો ડીએમકે તેમને ચૂંટણી મહત્ત્વ આપે છે. ભ્રષ્ટાચારના આરોપોની મજાકથી કોઈ મૂર્ખ નથી બનતા.